ગાંધીધામમાં બાઈકની તસ્કરી કરનાર બે શખ્સોની ધરપકડ

બી ડિવિઝન પોલીસે 4 ચોરાઉ બાઈક કબ્જે કરીને ગુનાઓનો ઉકેલ્યો ભેદ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વાહન ચોરીના વધેલા બનાવોને પગલે હરકતમાં આવેલી પોલીસે બે ઈસમોને 4 મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 80 હજારના 4 બાઈક કબ્જે કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ પડાણા નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે લક્ષ્ય કોમ્પલેક્ષ પાસેથી બે શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ શખ્સોના કબ્જામાંથી 4 ચોરાઉ મોટર સાયકલ કબ્જે કરાઈ હતી. પોલીસની કાર્યવાહીમાં પડાણામાં રહેતા જુબેર ઈસ્માઈલ રાયમા તેમજ અભિષેક ગાંધીભાઈ રાજપૂતની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ પાસેથી 20-20 હજારની કિમતના 4 બાઈક મળીને 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ કાર્યવાહીમાં ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.એસ. દેસાઈ, પીએસઆઈ જી.કે. વહુનીયા, એએસઆઈ કિર્તીભાઈ ગેડીયા, કોન્સ્ટેબલ ગલાલભાઈ પારઘી, રાજદિપસિંહ ઝાલા, મેહેન્દ્રસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, જેપાલસિંહ પરમાર, મહેશભાઈ ઘોઘળ, મહિપાર્થસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.