ગાંધીધામમાં પાંચ પોઠીયાએ તો માઝા મુકી છે : પક્ષના પ્રોટોકોલનો પણ કર્યો સરેઆમ ભંગ.!

સ્થાનિકના સૌરાષ્ટ્ર ઝોન આઈટી ઈન્ચાર્જની ધોરીધરાર અનદેખી.!

સત્તામાં કયાંય ન હોવા છતા લાયકાતવિહોણા આ પાંચ પોઠીયાઓ ઠેર-ઠેર ગોઠવાઈ જાય છે અગ્રહરોળમાં અને મોભાદાર પદ ધરાવનારાઓની થઈ રહી છે અવગણના : જિલ્લાના આગેવાનો પણ બધું જ મુકપ્રેક્ષક બનીને જાેતા જ રહે છે..! : ધારાસભ્યની આજુબાજુ ફરનારાઓ જ બની ગયા છે માલીક, પણ યાદ રાખો કે ચાર લોકોથી ચુંટણીઓ નથી જીતાતી..! : ઘર કી મુર્ગી દાલ બરાબરનો ન કરો તાલ : ગાંધીધામ શહેરના કોઈ યુવાન મોભી-આગેવાનને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારીનું સ્થાન મળ્યુ હોય તો ગૌરવ ભેર વધાવવું જાેઈએ

ગાંધીધામ : પૂવ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં શિસ્તબદ્ધ પક્ષમાં બની બેઠેલા નેતા સમાન પાંચ પોઠીયાઓનો ત્રાસ હવે હદ વટાવી રહ્યો છે અને માજા જ મુકી દીધી હોય તેવો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે. આ અંગે રાજકીય સહિત અંતરંગ બેડામાં થતા ગણગણાટની વાત માંડીએ તો ગાંધીધામમાં આ પાંચ પોઠીયાઓએ તો હવે  લાજ-શર્મ જ મુકી દીધી હોય તેમ વર્તી રહ્યા હોવાનુ ચર્ચાય છે. શસ્તબદ્ધ કહેવતા પક્ષમાં આ પાંચ પોઠીયાનો ત્રાસ દીવસાદિવસ વધતો જ જાય છે. થોડા સમય પહેલા જ પક્ષના પ્રભારી ડો.હીતેશ ચૌધરી ગાંધીધામ કાર્યાલય ખાતે પધારેલા અને તેમનુ સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. પાંચેય પોઠીયા સત્તામાં કયાય ન હોવા છતાં પણ અગ્રહરોળમાં ગોઠવાઈ ગયા અને સૌરાષ્ટ્ર ઝોન આઈટ સેલના ઈન્ચાર્જ પદનો મોટો માનભેર હોદો ધરાવતા સ્થાનિકના જ યુવા આગેવાન કુલદિપસિંહ ઝાલા જેઓ ગાંધીધામના હોવાથી ખરેખર તો ગર્વ લેવાની જરૂર હતી કે, આપણા શહેરને આટલો મોટો હોદો મળ્યો, પરંતુ આ પોઠીયાઓએ આવા યુવા આગેવાનનુ સન્માન તો દુરની વાત રહી પણ મંચસ્થ સ્થાન આપવુ જાેઈએ, એ પણ ન અપાયુ તો વાંધો નહી પણ પહેલી હરોળમાં તો બેસાડવા જ જાેઈતા હતા, તેના પગલે પ્રથમ હરોળમાં આ પાંચ પોઠીયાઓ ખુદ ગોઠવાઈ ગયા. એથીય વધારે બીજીથી ત્રીજી હરોળમાં બેસેલા કુલદિપસીહને આગળ આવવાનો વિવેક પણ ન દેખાડયો.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો તાજેતરમં જ સેવા એ જ સંગઠનના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વને સાત વર્ષ પૂર્ણ થયા ત્યારે સેવના માધ્યમથી મનાવવાની ચર્ચા કરતી બેઠકો યોજાઈ હતી. સેવાકીય પ્રકલ્પની મુલાકાત તથા જરૂરી માર્ગદર્શન માટે આ વેળાએ કચ્છ જિલ્લાના પ્રભારીશ્રી ડો. હિતેષભાઈ ચૌધરી પણ અંજાર-ગાંધીધામ તાલુકા ભાજપની મુલાકાતે પધાર્યા હતા. અને ગાંધીધામમાં પણ ભાજપ કાર્યાલય ખાતે તેઓને આવકાર-બહુમાન અપાયો હતો. આ વેળાની બેઠકમાં જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરીની સમકક્ષ જ મહત્વપૂર્ણ હોદો ધરાવતા ગાંધીધામના સક્રીય-જાગૃત યુવા આગેવાન કુલદિપસિહ ઝાલા કે જેઓ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી આઈટીસેલના ઈન્ચાર્જ સૌરાષ્ટ્ર જાેનના નિમાયા છે તેઓ પણ ઉપસ્થિત હતા. પરંતુ ગાંધીધામના પાંચ પોઠીયાઓની બલિહારી કહો કે પછી છાની રમતો, પરંતુ સૌરાષ્ટ્ર ઝોનમાં આઈટ સેલના ઈન્ચાર્ઝ પદે સ્થાનિક ગાંધીધામના યુવા આગેવાનની માનભેર નિમણુક થઈ હોવા ઉપરાંત તેઓ આ બેઠકમાં પાછળની બીજી કે ત્રીજી હરોળમાં નિખાલસતા સાથે બિરાજમાન રહ્યા હતા, એટલુ જ નહી પણ તેઓને મંચ પર બોલાવવા, અગ્રિમ હરોળમાં પ્રોટોકોલ-શિષ્ટાચાર અનુસાર સ્થાન આપવુ તો દુરની વાત પણ કોઈએ ગણકાર્યા પણ ન હોય તેવો વર્તારેા દેખાવવા પામી રહ્યો હતો. આ તો કુલદિપસિહ ખુદ નિખાલશ અને સરળ તથા સહજ સ્વભાવના નિરાભીમાની વ્યકિત છે નહી તો પાંચ પોઠીયાઓએ પક્ષના પ્રોટોકોલનો ભંગ જ કર્યો છે તેમ કહેવુ પણ અહી વધારે પડતુ ન ગણાય. અહી સવાલ એ થાય છે કે, ગાંધીધામમા આ બની બેઠેલા નેતાઓ કેમ ભાન ભુલી રહ્યા છે.? કહેવાય છે કે, કુલદિપસિહ પ્રથમ જ વખત કાર્યાલયની મુલાકાતે આવેલા તેમ છતા તેઓ સાથે જે વર્તન થયુ તે જાેઈને પક્ષની અંદર બની બેઠેલા નેતાઓ અંગે જે ચર્ચાઓ થઈ રહી છે તે પણ સાચી જ ઠરતી દેખાય છે. કારણ કે ેઓને કોઈ સ્થાન નથી કે લાયકાત નથી તેવા માલીક બની ગયા છે અને જે લોકો પક્ષ માટે જીંદગી ખોઈ નાખે છે તેમને કાર્યાલયમાં આવે છે તો પણ કોઈ સ્થાન નથી મળતુ..! ધારાસભ્યશ્રીની આસપાસ ફરનારા બે ચાર તત્વો આજે માલીક બનીને બેસી ગયા છે. જિલ્લાના પદાધિકારીઓ આવે છે તે પણ મુંગા જ થઈ જાય છે તેના પાછળનુ પણ રહસ્ય સમજાતુ નથી. કાંઈ વાંધો નહી પણ હવે જાગ્યા ત્યારથી સવારની જેમ સતર્ક બનવુ જાેઈએ, થોડા જ સમયમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે.કાર્યકરોનુ માનસન્માન જાળવો, ચુંટણીમાં આ જ લોકો કામ આવશે. ફકત ચાર જણાથી ચુંટણી નહી જીતાય.