ગાંધીધામમાં નાળા સફાઈના નામે નર્યુ નાટક : ફોટોસેશનવાળા ઝભ્ભાલેંગાધારીઓની બલીહારી.!

પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે અપાયેલ નાળા સફાઈના ટેન્ડરની લ્હાણી સુધરાઈ શાસકોના ઉતાવળીયા નિર્ણયનો બનશે દાખલો : ચોમાસામાં શહેરીજનોનો નીકળશે ખો : ઠેર-ઠેર નાળાઓમાં કચરા સફાઈ બાદ પણ રહી ગયા છે જશના તશ : આ નાળા ઉપર કેબીનો જ એટલી ખડકાઈ ગઈ છે કે, સફાઈ માટે સાધનો તો શું ?, કોઈ માણસે અંદર જવું પણ બની જાય મુશ્કેલ

ભુજના કર્મઠ-યુવા અને અનુભવી પ્રમુખ સુધરાઈના વિવીધ કામો પર દેખરેખ રાખવા ખુદ દોડી જાય છે, જયારે ગાંધીધામના બની બેઠેલા નેતાઓ ફોટોશેશન અને ઉદઘાટનોમાં જ છે રચ્યાપચ્યા : પ્રબુદ્ધવર્ગનો ટોણો

જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કરાવે તપાસ : સુધરાઈમાં પ્રમુખની સાથે પતિની સેવા ફ્રીનો કોઈ કરાર તો નથી થયો ને..? કારણ કે, બપોરે ૩નો ટકોરો થાય કે, આ પતિ મહાશય અચુક નગરપાલિકામાં પહોચી જ આવે છે? તેના પાછળનું કારણ શું?

કામ રાખનાર કોન્ટ્રાકટર નગરપાલીકામાં દર મહિને ૩૦ લાખનું બીલ બનાવતા હોવાની ચકચાર : આ બીલ સેનું બને છે તે પણ છે તપાસનો વિષય

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામની નગરપાલિકા અને તેની ચોમાસા પહેલાની પ્રિમોનુસન કામગીરી જેમાં ખાસ કરીને નાળા સફાઈના કામોના ટેન્ડરને લઈને હમેશા વિવાદમાં જ ઘેરાતી રહે છે. દરમ્યાન જ હવે ચોમાસાની દસ્તક શરૂ થઈ જવા પામી ગઈ છે ત્યારે ફરીથી આ નગરપાલીકાએ નાળા સફાઈના આપેલા કામોના ટેન્ડરો સહિતના મામલે સંકુલમાં ભારે ચર્ચાઓ જામી રહી છે. પ્રબુદ્વવર્ગની વાત માનીએ તો, વરસાદી નાળાનું ટેન્ડર આપી દેવાનો નિર્ણય ખુબજ ઉતાવળીયો તથા હરખપદુડાવેળામાં એટલે કે ફોટાઓ પડાવી ઉદઘાટનો કરવાની લાલસામાં જ ફકત સોપી દેવાયુ હોય તેમ લાગી રહ્યુ છે. આજે જે રીતે શહેરભરમાં નાળા સફાઈ કરવામા આવી રહી છે તેમાં કચરો જેમનો તેમ જ પડેલો છેે. જાણકારો દ્વારા સીધો જ અણીયાણો સવાલ પુછવામા આવી રહ્યો છે કે, શહેરના કલેકટર રોડ પર આવેલ નાળાઓની સફાઈ થઈ જ કેમ શકે? અહીના નાળામાં માણસો અથવા તો સફાઈના સાધનો પણ જઈ શકે તેમ નથી. સ્થળ પર જઈને કેાઈ નિરિક્ષણ કરે તો ખ્યાલ આવી શકે એમ છે કે, કલેકટર રોડ પરના નાળાની સફાઈ કરવી અશકય જ છે. આ નાળાઓમાં કચરો એટલો બધો પડયો છે કે, વરસાદ પડતા તે કચરો નાલામાં જમા થઈને પાણીને રોકી દેશે. પરંતુ ખાટલે મોટી ખોટ તો એ જ છે કે, આ પ્રકારના સ્થળ નિરિક્ષણ કરે કોણ? અહી તો બધા બની બેઠેલા નેતાઓ ફકત ફોટા સેશન સિવાય બીજું કઈ સમજતા જ ન હોય તેમ લાગી રહ્યુ છે. આજ સુધી જે નાળાઓની સફાઈ થઈ છે તેની સ્થળ તપાસ માટે કોઈ પદાધિકારીએ બહાર નીકળીને જવાની ફુરસદ જ લીધી નથી. તો વળી ગાંધીધામના સેવાભાવી પ્રમુખને તો ગરમી પણ બહુ જ લાગતી હોઈ અને ગાડીમાં એસી પણ નથી માટે બીજી નવી ગાડી લેવાની વેતરણો કરાઈ પણ તે પાર પડે તેમ દેખાતી નથી, ગાડી નવી લેવાતી નથી તો ગરમીમાં બહાર કામો ચેક કરવા સ્થળ પર જવુ કેમ? એટલે જયા કામો થાય ત્યાં કેવી રીતે પહોંચવુ તે માટો સવાલ અહી બની રહ્યો હોવાનુ મનાય છે. જાે કે, જાણકારવર્ગ તો ટકોર કરતા કહે છે કે, પ્રમુખ બનવુ હોય તો આ બધુ સહન કરવાની શકિત પણ કેળવવી પડે. જાણકારો તો અહી ટકોર કરતા કહી રહ્યા છે કે, ભુજ નગરપાલિકાના અનુભવી અને યુવા પ્રમુખ દરેક કામો પર ખુદ સ્થળ પર દોડી જાય છે, ઉભા રહી અને કામ ગુણવત્તાયુકત થાય છે કે નહી તેની તકેદારી રાખી રહ્યા છે, જયારે ગાધીધામના નગરપાલિકાના આવા બની બેઠેલા જવાબદારો તો માત્ર અને માત્ર ફોટાઓ જ પડાવવામાં બહાદુર હોય તેમ દેખાઈ રહ્યુ છે. આ બાબતે કેાઈ જાગૃત વ્યકિત કે આગેવાન ફરીયાદ કરે તો ધમકી આપવામા આવે છે કે, ધારાસભ્યને તમારી ફરીયાદ કરી દઈશુ. આ ઉપરાંત ગાંધધામ નગરપાલીકાને લઈને વધુ એક ચકચાર એ પણ ઉભી થવા પામી રહી છે કે, બપોરે ૩ઃ૩૦ થાય કે, પ્રમુખ પતિ અચુક આવી જ પહોંચે છે. લોકો પ્રશ્ન પુછી રહ્યા છે કે, નગરપાલીકાને પ્રમુખની સાથે પતિની સેવા ફ્રીમાં મળેલી છે કે કેમ? સવાલ તો એવો પણ કરાય છે કે આ પતિદેવને કોઈ રોગ છે, કે પછી માહીતીઓ મેળવવા માટે આવી પહોચે છે યા તો પછી ટાઈમપસાર કરવાને માટે રોજ અહી આવીને બેસી જાય છે? યા તો પછી કોઈને નડતરરૂપ હોયને નગરપાલિકાની એસી ઓફીસ હોવાથી રાહત મેળવવા આવી પહોચે છે આ પ્રકારની હરકતો અંગે જિલ્લા ભાજપ પ્રમુખ તપાસ કરાવે કે, પ્રમુખ સાથે પક્ષને ફ્રી સેવા પતીની પણ મળી રહેશે આવા કોઈ કરાર તો નથી થયાને..!