ગાંધીધામમાં નાળાસફાઈના કામમાં ભ્રષ્ટ છાની રમતની ગંધ

આવ ભાઈ હરખા-આપણે બઉ સરખાના તાલે કમિશન ખોર બાબુએ ઠેકેદારને કામ ન કરવા છતા બીલો પડાવી લેવાનો શીખવાડયો કીમીયો : કામ બંધ કરાવી, જુના પૈસા માંગવાની ચડાવી ચાવી : ફાવટ ધરાવતા અને અગાઉ પણ આવા જ

૩૦ લાખથી વધુના બીલો મંજુર કરાવી લેનાર ઠેકેદારને તો ગમતું હતુ અને વૈધે કહ્યુવાળી થઈ જતા પડયા બખ્ખેબખ્ખાકામ રાબેતા મુજબ ચાલે છે, આક્ષેપો તથ્યવિહીન છે : ચીફ ઓફિસરશ્રી

ગાંધીધામ : ગાંધીધામ શહેરમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી શકાય અને શહેરીજનોને જળભરાવ, વોટરલોગીગની સમસ્યા ન થાય તે માટે પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે નાળા સફાઈની કામગીરી કરવામા આવતી હોય છે પરંતુ શહેર સુધરાઈના જ અમુક કમિશન ખોર ભ્રષ્ટ બાબુઓ અને ઠેકેદારની સિન્ડીકેટ નીતનવા કીમીયાઓ અજમાવી અને આ સારા કામનો હેતુ જ ભાંગી નાખી અને ભ્રષ્ટાચારને વેગ આપી જતા હોય છે. દરમ્યાન જ વધુ એક વખત આવી જ ભ્રષ્ટ છાની રમતની ગોઠવણ અહી થઈ હોવાની ગંધ પ્રસરવા પામી રહી છે.

આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી ખળભળાટી સર્જતી વિગતો અનુસાર ગાંધીધામ શહેરમાં નાળા સફાઈના ઠેકા હમેશા વિવાદનુ કેન્દ્ર જ બનતા રહે છે. આ કામોમા ભાગબટાઈ, કમિશનની લ્હાય, અને તેમાં કામોની ગુણવત્તામાં લોટ પાણીને લાકડાનો જ તાલ કરવામાં આવતો હોવાની વાત પણ સતત આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ હાલમાં પણ નાળા સફાઈના કામના ઠેકાને લઈને ભ્રષ્ટ ગોઠવણીનો કારસો રચાઈ ગયો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, નાળા સફાઈનુ કામ એકાએક જ બંધ કરીને ઠેકેદાર દ્વારા સુધરાઈનુ નાક દબાવવામાં આવ્યુ છે. જુના પૈસા આપો તો જ કામ કરૂં તેમ કહી અને કામ બંધ કરી દેવાયુ હતુ. અહી મજાની વાત એ છે કે ઠેકેદારને આવુ શીખવાડનારા પણ કમીશનખાઉ જ હોવાનુ મનાય છે. ઠેકેદારને ચાવી ભરાવીને કહેવાયુ કે, આ નાળા સફાઈનુ જરૂરી કામ અટકાવો એટલે પૈસા બાકી નીકળતા હશે તો આપશુ પણ પહેલા કામ બંધ કરાવીને ફરીયાદ કરવાની કે પૈસા નથી. પેસા આપો તો કામ થાય. વરસાદની આમેય દસ્તક શરૂ થવા પામી ગઈ છે અને વરસાદ પડશે તો આપોઆપ સફાઈ તો થઈ જ જવાન છે અને તેથી જ બીલો પણ બની જ જશે. અને કહી દેવાનુ કે મે તો બધી જ સફાઈ બરાબર કરી હતી.

જાે કે, આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી ચાવડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, શહેરમા નાળા સફાઈના કામ ધોરણસરના અવિરત ચાલી જ રહ્યા છે. કોઈ કામ બંધ કરવામા આવેલા જ નથી. અલબત્ત આદિપુરમાં માંગ હતી તો સુધરાઈ દ્વારા ગાધીધામની સાથે હવે આદિપુરમાં પણ નાળા સફાઈની કામગીરીનો ધમધમાટ સારી રીતે ચાલી જ રહ્યો છે. બિલોના ચુકવણાઓ પણ નિયમ અનુસાર અને રાબેતામુજબ કરવા પાત્ર હોય તે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંતના આક્ષેપો તદન પાયાવિહોણા જ હોવાનુ દર્શનસિહ ચાવડાએ જણાવ્યુ હતુ.