ગાંધીધામમાં ધાણીપાસા વડે કિસ્મત અજમાવતા ૧૦ શકુનિ શિષ્યો ઝડપાયા

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ૪૦,ર૦૦ રોકડ રકમ કબજે કરી નોંધ્યો ગુનો

ગાંધીધામ : કોરોના મહામારી વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સનનો ભંગ કરીને જુગારીઓ પડમાં આવી ગયા છે ત્યારે ગાંધીધામના જુની સુંદરપુરીના ગરબી ચોક પાસે બંધ મકાનની બહાર જાહેરમાં ધાણી પાસાના જુગાર પર દરોડો પડાયો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહીમાં ૧૦ શકુનિ શિષ્યોને ઝડપી પાડ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીને આધારે જૂની સુંદરપુરીના ગરબી ચોક પાસે આવેલ ભીમજી કાગીના બંધ મકાનની બહાર રમાતા ધાણીપાસાના જુગાર પર દરોડો પડાયો હતો. પોલીસે ધાણી પાસાનો જુગાર રમતા નરેશગર કાંતિગર ગુસાઈ (ઉ.વ. ૩પ), પ્રેમજી કેશવજી માતંગ (ઉ.વ. રપ), મોહન નરશી બળિયા (ઉ.વ. રપ), તુલશી ગાંગજી મહેશ્વરી (ઉ.વ. ૩૩), કમલેશ અરૂણભાઈ શેખવા (ઉ.વ. ૩૦), હરેશ બીજલ થારૂ (ઉ.વ. ર૦), શંકર ખીમજીભાઈ કન્નર (ઉ.વ. ૪૧), ગોવિંદ કેશવજી માતંગ (ઉ.વ. ૩પ), ભરત ધીરૂભાઈ મોરવાડિયા (ઉ.વ. ર૯), નવીન કાનજીભાઈ ભટ્ટ (ઉ.વ. ર૪)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી રોકડા રૂા.૪૦,ર૦૦નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.