સરકાર-તંત્ર કોરોનાને ડામવા ઉંધા માથે છે, જાગૃત વેપારીઓ પણ વ્યવસાયના નુકસાનના ભોગે પણ સ્વયંભુ બંધ પાડવામાં જોડાઈ રહ્યા છે, પરંતુ ગાંધીધામ સંકુલમાં ચાયની દુકાનો-લારીઓ-હોટેલો- અને પાનના ગલ્લે તો લોકોના ટોળેટોળા થઈ રહ્યા છે એકત્રિત : આ ચાયની કીટલીઓવાળા સુપરસ્પ્રેડર્સ નહીં બને તેની શું ખાત્રી?

ગાંધીધામ સંકુલ સ્વયંભુ બંધ કરવાની મહેનત સૌની ચાયવાળા-પાનના ગલ્લાવાળા વેડફી દે તો નવી નવાઈ નહીં : હકીકતમાં બે હાથ જોડીને બજારો બંધ કરવા નીકળી પડેલા રાજકારણીઓને ચાયની લારીઓ અને પાનના ગલ્લા પર થતી ભીડ નહીં દેખાતી હોય..!

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કોરોનાનો સૌથી વધારે સંક્રમિતોના આંકડા ગાંધીધામ શહેર-સંકુલમાથી બહાર આવવા પામી રહ્યા છે. સરકારી સહિતના તંત્રો કોરોનાને ડામવાને માટે રોજબરોજ નીતનવા નિર્ણયો લઈ અને તેની અમલવારીના પ્રયાસો કરી રહ્યા છે. જેને લોકો પણ આંશીક રીતે સહકાર આપી રહ્યા છે અને ગાંધીધામ ઔદ્યોગીક સંકુલ હોવા ઉપરાંત પણ અહીના વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક બંધને એકતરફ સમર્થન આપવામાં આવી રહ્યુ છે તેવામાં બીજીતરફ સંકુલભરમાં ચાયની કીટલીઓ, લારીઓ, પ્રખ્યાત ચાયની નાની-મોટી હોટલો બજારોમાં ખુલ્લખુલ્લી જ જોવા મળી આવી રહી છે.
પ્રબુદ્ધવર્ગમાં ચર્ચાતી વીગતો અનુસાર શહેર-સકુલ આખુય બંધ રાખવા સ્વૈચ્છીક રીતે જે નિર્ણય લેવાયો છે તેને ધીરે ધીરે જાગૃતીથી સમર્થન મળી રહ્યુ છે પણ આવી ચાયની લારીઓ તથા પાનના ગલ્લાઓ ખુલ્લા પડયા છે તેથી અહી લોકોની મોટી સંખ્યામાં ભીડ અને ટોળેટોળા જ જામી રહ્યા હોવાની નોબત સર્જાઈ રહી છે. જો આ સ્થિતીને વેળાસર સમજાવટથી ટાળવાનો પ્રયાસ ટ્રાફિક પોલીસ, નગરપાલીકા તથા અન્ય સાંયોગીક તંત્રો નહી કરે તો આ ચાની લારીઓ અને પાનના ગલ્લાવાઓ પણ સુપર સ્પ્રેડર્સ જ બની રહેશે તેમાં બે મત નથી.સંકુલમાં ચાની લારીઓ અને પાનના ગલ્લા બંધ કરાવવા માટે પણ બે હાથ જોડીને સંકુલ બંધ કરાવવા નીકળી પડવાના ત્રાગા કરનારા બની બેઠલા ઝભ્ભા લેગાધારી-રાજકારણી કેમ આગળ નથી આવતા..?