ગાંધીધામમાં ટ્રેનના એન્જિન સાથે ટેન્કરના ભટકાતા એકનું મોત

ગાંધીધામ : અહીંના રેલવે સ્ટેશન નજીકના યાર્ડમાં ટ્રેનના એન્જિન સાથે ટેન્કરની ટક્કર થતા પલટી મારી જતા ટેન્કરના ક્લિનરનું મોત થયુ હતું. બનાવને પગલે ટ્રેનના લોકો પાયલટે ગાંધીધામ રેલવે મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વિનોદકુમાર મીણાએ ગાંધીધામ રેલવે પોલીસ મથકે અજાણ્યા ટેન્કરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી લોકો પાયલટ તરીકે ફરજ બજાવે છે. અને તેઓ ગાંધીધામબેંગ્લોર ટ્રેનનું એન્જિન લઈને ડીઝલ શેડમાં મૂકવા જતા હતા. તે દરમિયાન યાર્ડ નજીક ખુલ્લામાં એકાએક ટેન્કરચાલક ધસી આવ્યો હતો. તેણે ટ્રેનના એન્જિન સાથે ટેન્કર અથડાવ્યુ હતુ. જેથી ટેન્કર પલટી મારી ગયુ હતુ. જેમાં ટેન્કરના ક્લિનર હરજી રતાભાઈ ઠાકોરને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યુ હતુ.