ગાંધીધામમાં જુગાર રમતા ૧૩ ખેલીઓ ર.૩૮ લાખની રોકડ સાથે ઝડપાયા

એલસીબીએ જવાહરનગરની ઓફિસમાં છાપો મારી ૭ શકુનિઓને ૧૬.પ૩ લાખના મુદ્દામાલ સાથે કર્યા અંદર : જયારે બી ડિવિઝન પોલીસે કાર્ગોમાંથી ૬ જુગારીઓને ૧પ,૪પ૦ના મુદ્દામાલ સાથે પકડ્યા

ભુજ : (ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા) ગાંધીધામમાં જુદા જુદા બે સ્થળે પોલીસ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ૧૩ ખેલીઓ રૂપિયા ર.૩૮ લાખની રોકડ સાથે પકડાયા હતા. પૂર્વ કચ્છ એલસીબીએ જવાહરનગર ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં આવેલા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નંબર ર૦માં દરોડો પાડ્યો હતો. મેઘપર (બોરીચી)માં રહેતો આરોપી કિસનકુમાર હરિસિંહ શર્મા બહારથી ખેલીઓ બોલાવી પોતાની ઓફિસમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી થઈ હતી. જેમાં કિશનકુમાર શર્મા તેમજ સાજીદમોહંમદ બસીરમોહંમદ મુસ્લિમ, અંક્તિ લીલાધરભાઈ ઠક્કર, સુરેન્દ્ર ઓમકાર શર્મા, સતીષ સુરેશભાઈ સોની, પપ્પુ જયનારાયણ પંચાલ અને મનોજ બજરંગલાલ બંસલ જુગાર રમતા મળી આવતા ધરપકડ કરાઈ હતી. જેઓના કબ્જામાંથી ર,ર૭,૯પ૦ની રોકડ, ૩પ,પ૦૦ના ૮ મોબાઈલ, ૧૩.૪૦ લાખની કિંમતના ૩ વાહનો મળી કુલ રૂપિયા ૧૬,પ૩,૪પ૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. એલસીબીએ પાડેલા દરોડા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. જયારે તપાસ કંડલા મરીનના પીઆઈ એ.જે. સોલંકીને સોંપાઈ છે. બીજીતરફ બી ડિવિઝન પોલીસે કાર્ગો એકતાનગર પાટા પાસે આવેલી જાહેર જગ્યામાં જુગાર રમતા ખેલીઓને ઝડપી લીધા હતા. જેમાં ભરતભાઈ દેવશીભાઈ સોલંકી, કનુભાઈ મુરાભાઈ બારોટ, વીરાભાઈ ખોડાભાઈ બારોટ, પ્રવીણભાઈ મનુભાઈ બારોટ, ખેતાભાઈ મ્યાજરભાઈ બારોટ અને બાબુભાઈ રામા બારોટ જુગાર રમતા મળી આવ્યા હતા. જેઓ પાસેથી ૧૦,૪પ૦ની રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧પ,૪પ૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.