ગઢવી સમાજના આગેવાનોએ તટસ્થ તપાસ થવા સોપ્યું આવેદન : ગઢવીબંધુઓ સમાજને તન-મન-ધનથી સદાય ઉપયોગી થયાનો વ્યકત કર્યો સુર : પોલીસના ઉચ્ચ અધિકારીએ આવેદન સ્વીકારી યોગ્ય પારદર્શી તપાસની આપી ખાત્રી

ગાંધીધા : પૂર્વ્‌ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ ખાતે તાજેતરમાં જ સંપત્તીના વિવાદમાં બે ગઢવી ભાઈઓ સામે પ્રોપર્ટી ડીલર દ્વારા ફરીયાદ દાખલ કરવામા આવી હતી પરંતુ આ ફરીયાદ રાજકીય રીતે દુષ્પ્રેરિત હોવાનું અને સમગ્ર કેસમાં ગઢવી બંધુઓ સામેના ઓક્ષેપો પણ પાયાવિહોણા જ હોવાનો સુર વ્યકત કરતુ એક આવેદન ગઢવી સમાજના આગેવાનોએ પૂર્વ કચ્છ એસપી કચેરીએ લેખિતમાં આપેલા આવેદનમાં જણાવાયુ છે. આવેદનમાં દર્શાવાયેલી રજુઆત અનુસાર હિતેશભાઈ તથા રાજાભા વિરૂદ્ધ દાખલ કરવામા આવેલ ગુનાની ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવ. બન્ને ભાઈઓ એચ.આર.પ્રોકોર્ન પ્રા.લી. નામની કંપની ધરાવે છે. અને કન્સટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલી છે તેમજ તેનો પરીવાર સમાજને તન મન અને ધનથી દરેક ક્ષેત્રે સહકર આપી રહ્યો છે. તેઓના સામે કવરામાં આવેલી ફરીયાદ રાજકીય રીતે ઉપજાવેલી હોય તેવુ ફલિત થઈ રહ્યુ છે. તથા આવી ફરીયાદોની તટસ્થતાભરી તપાસ બાદ જ તેને સ્વીકારવી જોઈતી હતી તેમ કહી અને સમગ્ર કેસમાં ગઢવી સમાજના બે યુવાનોને ખેાટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી દાદ પણ  લેખિત આવેદનમાં મંગાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here