ગાંધીધામ : શહેરની એક હોટલમાં જામનગરના સેલ્સમેનની પ૮ હજારની રોકડ રકમ સાથેની બેગ ચોરાઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામની મધુસૂદન એન્ડ કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા સંજય ખેતશી મજેઠિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, હોટલ એલાઈટના રૂમ નં. ૧૧૯માં ગત તા. ૧૦-૬ના શનિવાર ૭ઃ૩૦ વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. પાંચ બેડવાળા રૂમમાં ફરિયાદી રોકાયા હતા. જેમાં ૪ નંબરનો બેડ તેમનો હતો. ઉઘરાણીના પ૮ હજાર રૂપિયા, વિવિધ બેંકોના ચેક, બે એટીએમ સહિતની વસ્તુઓ સાથે થેલો રૂમના લોકરમાં મુકી ગયા હતા. રૂમ બેડ નં. ર પર રોકાયેલા હરનામસિંઘ બલદેવસિંગનું નામ તહોમતદાર તરીકે નોંધાવાયું હોવાનું જાણવા મળ્યું હતું.