જુદી જુદી કંપનીઓનો યુએસ કોલનો જથ્થો ઉતારી હલકી ગુણવતાનો કોલસો ચડાવી દઈ ઠગાઈ કરાતા પોલીસે શરૂ કરી છાનબીન

અંજાર : તાલુકાના વરસાણા નજીક આવેલ જે.એમ.ડી. કંપનીમાં છેતરપિંડીનો બનાવ બનવા પામ્યો હતો. કંડલા અને તુણા બંદરેથી આયાત થતા યુ.એસ. કોલસાના જથ્થાની ટ્રકોમાથી ચોરી કરી હલકી ગુણવતા નો  કોલસો ભરી ગાંધીધામની કંપની સામે છેતરપિંડી કરતા શખ્સો સામે ગુનો નોંધાવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આયાતકાર પેઢીના મેનેજર સચિન સુરેશચંદ્ર ગુપ્તાની ફરિયાદને ટાંકીને પોલીસે માહિતી આપતા જણાવેલ કે આરોપીઓ ટ્રેઈલર  નંબર પીબી૦૪ વી. ૬પ૧૩ના ચાલક પરમજીતસિંઘ પીરથા, સામજી ઉર્ફે પપ્પુભાઈ આહીર, જગા ઠક્કર, તથા આરજે ૦૭ જીસી ૮૧૮૬ના ચાલક, આરજે ૦૭ જીસી ૮૧૮પ તથા હીટાચી જેસીબીના ડ્રાઈવરો અને ઓપરેટરોએ તસ્કરીના બનાવને ૧૦-પ-૧૯ ના સાંજે પાંચ વાગ્યાથી મોડી રાત્રીના ૩ વાગ્યા  દરમ્યાન અંજામ આપ્યો હતો.તેઓ તથા સાહેદોની આયાતકાર પેઢીઓ દ્વારા યુ.એસ. કોલ કંડલા અને તુણા બંદરેથી આયાત કરી રસ્તા માર્ગે દેશના અલગ અલગ રાજયોમાં કંપનીઓને માલ પહોચાડવામાં આવે છે.

અદિપુરની પેઢીએ મંગાવેલ સ્ટીમ કોલની જગ્યાએ ટ્રેઈલરમાંથી હલકી ગુણવતાનો કોલસો ગાંધીધામ ટ્રાન્સપોર્ટ એસોસીએશને પકડી પાડયો હતો. સ્ટીમ કોલની ચોરી થતી હોવાથી બાતમી આધારે ચોરીનો પર્દાફાશ કર્યો હતો. જે.એ.ડી. કંપનીમાં સ્ટીમ કોલ ટ્રેઈલરોમાંથી કાઢી કંપનીમાં જ રહેલા હલકી ગુણવતાના ઈન્ડીયન કોલસાનો જથ્થો ટ્રેઈલરમાં ભરાતો હતો. આયાતકાર પેઢી દ્વારા બંદર ઉપર લગાડવામાં આવતું સીલ તોડી ચોરી કરી કંપનીઓ સાથે છેતરપિંડી કરાતી હતી. આરોપીઓએ તેઓની કંપનીના અને અન્ય કંપનીઓના ૩૦ ટકા માલ કિ.રૂા.ર.૪૦ લાખની ચોરી કરી હતી. સારા કોલસાનો માલ ઉતારવા માટે ટ્રેઈલર ચાલકોને પ હજાર ચૂકવાતા હતા અંજાર પોલીસને આરોપીઓ સામે ગુનો નોધી હેડ કોન્સટેબલ સુખદેવસિંહ જાડેજાએ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here