ગાંધીધામના ૩ર વર્ષિય યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત

ગાંધીધામ : શહેરના સેક્ટર-૬ ગણેશનગરમાં રહેતા ૩ર વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. બનાવને પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે કમળાબેન માનજીભાઈ ચાણાએ નોંધાવેલી વિગતોને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તેમના પુત્ર પ્રકાશ માનજીભાઈએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. હતભાગીએ પોતાના ઘેર લાકડાની આડીમાં ચુંદડી વડે ગળે ફાંસો ખાધો હતો. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે હતભાગીના મૃતદેહનો પીએમ કરાવવા સહિત અકસ્માત મોતનો ગુનો દર્જ કર્યો હતો. જેને પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પીએસઆઈ વી.બી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.