ગાંધીધામના રાજકારણીના હઠાગ્રહથી અંતે શિણાય ડેમ તોડી પડાયો : ભારતની ઐતિહાસીક ઘટના

 • કચ્છના કપાળે કાળી ટિલ્લી : નર્મદાજળ લડતવાળાઆને ફટકોે

માટી કાઢવા મહામુલી પાણીનો મસમોટો વેકોન્ટ્રાકટર-ગાંધીધામના બની બેઠેલ રાજકારણીની ભ્રષ્ટ સિન્ડીકેટનો છુપો કારસો

પાણી માટે ટળવતા, નર્મદાજળ માટે ચળવળો સાથે આંદોલન ચલાવતા કચ્છના જ ગાંધીધામ તાલુકાનો ૧૮ ફુટ પાણીથી ભરેલો શિણાય ડેમ સ્થાનિકના રાજકારણીની માત્ર અને માત્ર સ્વાર્થી નીતિ-રાજકીય અભિમાનને સાચવવા ખેડુતો-સ્થાનિકોના ભરપુર વિરોધ બાદ પણ તોડવાનો લેવાઈ ગયો નિર્ણય : પાણી તરસ્યા મુલકમાં સેકડો ગેલેન પાણીનો આ બની બેઠેલા રાજકારણી થકી થયો વેડફાટ

શિણાય ડેમ તોડવાથી થશે મોટા નુકસાન : હજારો લીટર પાણીનો થયો બગાડ : પાણી આસપાસના ખેડુતોના ખેતરામાં કરશે મોટુ નુકસાન : શિણાય ડેમની માટી નર્મદા કેનાલના નિર્માણમાં જરા સહેજ પણ નહીં આવી શકે કામ : ડેમ તોડયા બાદ કેટલા દીવસ ખાલી કરતા લાગશે, ખાલી થયા બાદ ડેમ સુકાશે ત્યાં તો ચોમાસુ બેસી જશે, તેથી પહેલા માટી ઉપાડી લેવાશે તો ચીકાશ-ચીકણી માટી જ લાગશે હાથ? જે કેનાલમાં નાખવાથી સર્જોશે ભ્રષ્ટાચારના મસમોટા ગાબડા..!

શિણાય ડેમ જી ડબલ્યુ એસ એસ હસ્તક છે ? માટી ઉપાડવા ડેમ તોડવાની કામગીરી નર્મદા નિગમને કરવી હોય તો પ્રથમ ડેમ તેઓ હસ્તક લેવાનો હોય તેવો પણ ઠરાવમાં જ ઉલ્લેખ છે : આવી કોઈ જ પ્રક્રીયા કરવામાં ન આવી..અને ડેમ સીધો જ તોડી પડાયો. આવુ કેમ ?

ડેમની પાછળનો ભાગ સુકાયેલો છે તેમાંથી કેમ માટી ઉપાડવામાં આવતી નથી ?

ગાંધીધામ : ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર, સંવેદનશીલ મુખ્યપ્રધાન અને ડે.મુખ્યપ્રધાન કચ્છને પાણીની તમામ સવલતો મળતી થાય તે માટે અનેકવિધ ભગીરથ આયોજનો હાથ ધરી રહ્યા છે તો વળી બીજીતરફ આ જ ભાજપના બની બેઠેલા રાજકારણીઓ માત્ર અને માત્ર ખુદના સ્વાર્થી ભ્રષ્ટ કારસાને સંતોષવા તથા રાજકીય અહંમને સાધવાની દીશામાં લાખો-હજારો લીટર ગેલન પાણીનો વેડફાટ કરતા પણ કચવાટ કરતા નથી અને તે માટે સરકારની આંખમા પણ ધુળ નાંખી રહ્યા હોવાનો એક ગંભીર ઘટનાક્રમ આજ રોજ સામે આવવા પામી રહ્યો છે. વાત છે ગાંધીધામ તાલુકાના શિણાય ડેમ કે જે અંદાજે ૧પ વર્ષ બાદ છલોછલ ભરાયેલો છે અને તેના ૧૮ ફુટ જેટલા રહેલા મહામુલા પાણીનો વેફડાટ કરવાનો નિર્ણય ગાંધીધામના એક બની બેઠેલા રાજકારણીનો ભ્રષ્ટ હેતુ બર લાવવા અને ઠેકેદાર સાથે તેણે કરેલી સાંઠગાંઠને અંજામ આપવાને માટે તોડી પાડવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. નોધનીય છે કે, નર્મદા કેનાલના કામમાં માટી ઉપાડવા માટે આ ડેમને તોડવામાં આવ્યો છે. જે સબબ આજથી એકાદ પખવાડીયા પહેલા આ નિર્ણયની સામે સ્થાનિકેથી મોટાપાયે ભોગગ્રસ્તો એકત્રીત થઈ અને નિર્ણયોનો વિરોધ કર્યો હતો અને આ માટે અંજારના ધારાસભ્ય અને કચ્છી રાજયમંત્રી વાણસભાઈ આહીરે પણ સાચી સ્થીતીનોચિત્તાર સરકાર તબક્કે સફળતા પૂર્વક આપી દેખાડયો હતો અને એક માસ સુધી આ નિર્ણયને મોકુફ રાખી અને વૈકલ્પીક રીતે જગ્યાઓ પસદ કરવાની નર્મદા નિગમ, કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આાહીર સહિતનાઓએ સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ આ ઘટનાને હજુ તો ૧૦થી ૧ર દીવસ માંડ થયા છે કે, ગત રોજ શિણાય ડેમને તોડી પાડવાનો નિર્ણય લઈ લેવામા આવ્યો છે અને આજે યુદ્ધના ધોરણે પાળો તોડવા સહિતની તજવીજ પણ સ્થળ પર હાથ ધરી દેવામા આવી છે. આ ઘટના ન માત્ર કચ્છ-ગુજરાત બલ્કે કદાચ ભારતની એતિહાસીક ઘટના કહી શકાય તેમ છે. કારણ કે, માટી ઉપાડવા માટે ડેમને તોડવામાં આવી રહ્યો છે, તેમા રહેલા પાણીનો વેડફાટ કરવામા અવી રહ્યો છે, કઈક ખેડુતોના ખેતરને આ પાણી નુકસાન કરશે, ખેતરોના ધેાવાણ થવા પામશે, ઉનાળુ પાકમાં ઉપયોગી પાણી અત્યારે વેફડી દેવામા અવશે, નર્મદાજળથી તેને ભરી દેવાની ખાત્રી અપાઈ છે પણ તે બધો વ્યાયામ તથા ખર્ચા પ્રજાના ભારે જ થવાના છે, અને આ બધુજ એક માત્ર નર્મદા કેનાલમાં માટી નાખવા માટેના કામ રાખનારા ઠેકેદાર તથા ગાંધીધામના બની બેઠેલા રાજકારણીની મીલીભગત અને ભ્રષ્ટ ગોઠવણીને પાર પાડવા માટે જ કરવમા આવી રહ્યુ છે. કારણ કે, શિણાયથી માટી ઉપાડીને નાખવામા આવે તો સસ્તી પડી શકે તેમ છે. વીડી-માથક તરફ જો માટી ઉપાડવા જાય તો છથી દસ કીમીનો ફેરો પડે જેનાથી ટ્રાન્સપોર્ટશન વધી જાય તેમ છે. આવી અલગ અલગ પ્રકારની ભ્રષ્ટ ગોઠવણીઓ ગાંધીધામના બની બેઠેલ રાજકારણી અને કામ રાખનાર ઠેકેદારે કરી હોવાથી બની બેઠેલ રાજકારણીને ઠેકેદાર પાસેથી રૂપીયા લેવા, કટકી કરવી, નર્મદા નિગમમાથી રૂપીયા ખાવા સહિતના કારસાઓ સફળ કરવાને માટે જ ડેમ તોડવાનો તઘલખી અને ભારતનો પ્રથમ કહી શકાય તેવો નિર્ણય લીધો છે. આંતરીક રીતે આ નિર્ણયની ખુબ જ ટીકા થવા પામી રહી હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. અંતરંગ વર્તુળો કહી રહ્યા છે કે,પાણી માટે ટળવતા, નર્મદાજળ માટે ચળવળો સાથે આંદોલન ચલાવતા કચ્છના જ ગાંધીધામ તાલુકાનો ૧૮ ફુટ પાણીથી ભરેલો શિણાય ડેમ સ્થાનિકના રાજકારણીની માત્ર અને માત્ર સ્વાર્થી નીતિ-રાજકીય અભિમાનને સાચવવા ખેડુતો-સ્થાનિકોના ભરપુર વિરોધ બાદ પણ તોડવાનો નિર્ણય પ્રાણઘાતક જ પુરવાર થવા પામી જશે. પાણી તરસ્યા મુલકમાં સેકડો ગેલેન પાણીનો આ બની બેઠેલા રાજકારણી થકી વેડફાટ થવાની વાત પણ ચિંતાજનક જ કહી શકાય તેમ છે.

 • જાગો..ખેડુતો..જાગો..નહીં તો ખેતરનું થઈ જશે ધોવાણ : મોટું નુકસાન થશે..!

ગાંધીધામ : શિણાય ડેમને તોડી પાડી તેમા રહેલા ૧૮ ફુટ જેટલા પાણીને છોડવાનો નિર્ણય કરી દેવાયો છે જે ખરેખર અહી આસપાસના અનેક ખેડતોને માટે કુઠારાઘાત સમાન સાબીત થવા પામી જાય તેમ છે. ભ્રષ્ટ ગાંધીધામના બની બેઠેલા રાજકારણી ખુદનો અહંમ સંતોષવા માટે કઈક ખેડુતોના ખેતરો, માલમિલક્તને માટે મોટુ જાખેમ ઉભુ કરી દીધુ છે. આ તમામ ભોગગ્રસ્ત ખેડુતોએ જાગવાની જરૂરી છે. હાલમાં જ જો આ નિર્ણયનો મસમોટો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ નહી કરવામા આવે તો નજીકના સમયમાં જ ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવી જશે અને આ ગાંધીધામના બની બેઠેલા રાજકારણી પોતાનો ભ્રષ્ટ કારસો સફળતાથી પાર પાડી જશે તેવી લાલબત્તી પણ ધરવામા આવી રહી છે.

 • સીએમ-ડે.સીએમ-પા.પુ.પ્રધાન કરાવે કડક તપાસ
  શિણાય ડેમ તોડી પાડવા પાછળ ગાંધીધામના રાજકારણી-ઠેકેદારનું ૩૦ કરોડનું કૌભાંડ?

ગાધીધામ : ગુજરાતના મુખ્યપ્રધાન-ડે.સીએમ તથા પાણી પુરવઠા પ્રધાન શિણાય ડેમ તોડવાનો જે ઉતાવળીયો નિર્ણય લેવાયો છે તેની કડક તપાસ કરાવશે તો ૩૦ કરોડના કૌભડનો અહીથી પર્દાફાશ થવા પામી જાય તેમ મનાય છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો નર્મદા કેનાલમાં માટી ઠાલવવાનુ કામ જે ઠેકેદારે રાખ્યુ છે તેને સરકારે જે તે કામ પેટેની રકમ ચુકવી દીધી છે છતા પણ શિણાય ડેમ તોડી પાડી અને તેમાથી જો માટી ઉપાડવામા આવશે તો કામ રાખનાર ઠેકેદારને પાંચથી છ કીમીનો ફેરો બચી જવા પામતા હવે અંદાજે ૩૦ કરોડની રકમનો ગેરલાભ થવા પામી જાય તેમ છે અને તેના માટે જ બધી જ માખીઓ એકત્રિત થઈ ગઈ છે તથા ભાગબટાઈની રકમો પણ સૌ કોઈના ગજવામાં પહોચી ગઈ હોવાની પણ ચર્ચા થવા પામી રહી છે. આ અંગે સહેજ આકડાકીય વિગતે વાત કરીએ તો માટી ઉપાડનાર ઠેકેદારને ૩૦ કરોડનો લાભ શિણાય ડેમમાંથી માટી ઉપાડવાથી મળી શકે તેમ છે. ઠેકેદારને હાલમાં કેનાલ માટે સવા લાખ ગાડી માટીની જરૂરીયાત છે. એક ગાડી ઓછામાં ર૦ ટન માલ આવે તેમ હોય છે. ગાડીનો એક કીમીનો ફેરો એક ટન પાછળ ૧૦૦થી ૧ર૦ રૂ.માં પડતો હોય છે. સરકાર દ્વારા જે સાઈડ દર્શાવવામા આવી છે તે પાંચથી આઠ કીમી દુર થાય છે તેમ છે અને તેનાથી પ્રતિટન ૮૦૦થી ૯૦૦ રૂપીયામાં પડે તેમ છે. આ ડેમ તોડનીે ઉપાડશે તો બે કી.મી.ની સરેરાશ ખર્ચ થવા પામી જાય છે. ટન પાછળ ૬૦૦ રૂપીયા બચત થાય છે. એક ગાડી ર૦ ટન ઉપાડે તો ૧ર હજાર રૂપીયા એક ગાડી દીઠ બચી જાય છે અને આવી સવા લાખ ગાડીઓ પાછળની રકમ કેટલી બચે? ટેન્ડર અનુસાર સરકારે ઠેકેદારને તો કરોડો ચુકવી જ દીધા છે, હવે આ વધારાની રકમ સેરવી લેવાની પેરવી ચાલી રહી છે.

ભાજપના નેતાની બનાવેલી સોસાયટીને ડુબવામાં જતી બચાવવા પાણી આસપાસના ખેડુતોમાં વળાશે…!
ગાંધીધામ : શિણાય ડેમ હાલમા ૧૮ ફુટ ભરેલો હોવાનુ મનાય છે. હવે આ પાણીને છોડવામાં આવશે એટલે આગળના ગામો તથા વોકળા પર બનેલી સોસાયટીઓમાં પાણી ઘુસી જાય તેમ છે. આવામાં અહી જે સોસાયટી સોથી વધુ પ્રભાવિત થાય તેવી છે એને બચાવવા માટે પાણીને વાળવાનો દાવો સરકારીતંત્ર દ્વારા કરવામા અવી રહ્યો છે. આમ કરવામા અવશે એટલે પાણી આસપાસના સેકડો ખેતરમાં ઘુસી જવાનુ છે અને આ ખેતરોની જમીનોનુ મોટાપાયે ધેાવાણ થઈ શકે તેવી સ્થિતી છે. ખેડુતો ચેતશે નહી તો ટુકા ભવિષ્યમાં જ માથે હાથદઈને રોવાનો વારો આવશે.

 • નર્મદા નિગમનું નરો વા કુંજરો વા..!
  બધુ મારી સહીથી ન થાય, ઉપલી ઓથોરીટીએ નિર્ણય લીધો હશે : શ્રી ચૌધરી

ગાંધીધામ : શિણાય ડેમ તોડવાની કામગીરી જેઓનાનેતૃત્વ હેઠળ સથળ પર થવા પામી રહી છે તેવા નર્મદા નિગમના જવાબદાર કાર્યપાલક ઈજનેર શ્રી ચૌધરીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ડેમનુ ઓગન ખોલી દેવાયુ છે અને થોડુ થોડુ પાણી નીકળી રહ્યુ છે. ડેમ જેમ જેમ ખાલી થશે તેમ તેમ માટી ઉપાડવામા અવશે તેવુ શ્રી ચૌધરીએ જણવાયુ હતુ. જો કે, ડેમ કેટલા ફુંટ પાણી ભરેલ છે, સેમ્પલીંગ કરાયુ છે કે નહી? તે સહિતની માહીતીઓ શ્રી ચૌધરી આપી શકવામાં અસમક્ષ જ પુરવાર થવા પામ્યા હોવાથી તેઓનુ નરો વા કુંજરો વાનુ વલણ સામે આવવા પામ્યુ હતુ.

 • પાણી પુરવઠા પ્રધાન કુંવરજીબાઈ બાવળીયા ગાંધીધામના આ રાજકારણીના આમળે કાન?

ગાંધીધામ : કચ્છને પાણી મુદ્દે અન્યાય ન થાય તે માટે વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા અંગત રસ લઈ રહ્યા છે. નર્મદા કેનાલના કામો ઝડપથી આગળ ધપે તે માટે માટી ઉપાડીને કામ ચાલુ કરવાની કડક સુચનાઓ આપવામા આવી હતી પરંતુ સ્થાનિકના રાજકારણીઓ આવા પ્રજાહિતના કામોમાં પણ ખુદના ભ્રષ્ટ કારસ્તાનોને અંજામ આપવાના ગતડકાઓ કરી દીધા છે. શિણાય ડેમ તોડી પાડી તેમાથી માટી ઉપાડવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આવુ કરવામાં અનેકવીધ છાની રમતો હેાવાનુ સર્જાય છે. હકીકતમાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા આ પ્રકારના તઘલખી નિર્ણય બાબતે ગાંધીધામના બની બેઠેલા સ્થાનિક રાજકારણીનો બરાબરનો ઉધડો અને કાન આમળે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે. નહી તો સરકારના સારા ઉદેશ્ય હોવા છતા ટુંકમાં જ આ વિસ્તારમાથી સરકારની સામે પણ મોટી ચળવળ શરૂ થવા પામશે અને ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણ થકી સરકાર-પક્ષની સાંખને નુકસાની પહોચી શકશે.

 • કચ્છીમંત્રીની ૧ માસ સુધી નિર્ણય ઠેલાયાની વાતના વટાંણા વેરાયા

વાસણભાઈનો પ્રજાપ્રેમ ગાંધીધામના બની બેઠેલા રાજકારણીથી ન જોઈ શકાયો..!

વાસણભાઈએ સૌનો સાથ-સૌનો વીકાસના સુત્રને સાર્થક કર્યુ અને શિણાય ડેમ તોડતો અટકાવવાનો તાબડતોડ લેવડાવ્યો નિર્ણય, તેવામાં ગાંધીધામના બની બેઠેલા ભ્રષ્ટ રાજકારણીનો સ્વાર્થભર્યો અહંમ ઘવાયો : મારા વિસ્તારમાં અંજારના ધારાસભ્ય કેમ જશ ખાટી જાય..! માત્ર અને માત્ર રાજકીય ખટરાગને વેગ આપતા ગાંધીધામના બની બેઠેલા રાજકારણી થકી કઈકને નુકસાન વેઠવાનો આવશે વારો

ગાંધીધામ : કચ્છી રાજયમંત્રી દ્વારા શિણાય ડેમમાં સ્થાનિક લોકો-ખેડુતોના હિતોને કોઈ જ નુકસાન ન થાય તે જોવાની ખુબજ મહત્વપૂર્ણ ચીવટતા દાખવી હતી. વાસણભાઈએ સ્થિતી સ્થાનિકે તંગ બની હોવાથી તરત જ સરકારનુ ધ્યાને દોરી આ નિર્ણ મુલતવી રખાવી દીધો હતો. પરંતુ ગાંધીધામના શિણાયમાં અંજારના ધારાસભ્ય પ્રજાહિતનો પ્રશ્ન ઉકેલી જાય અને ગાંધીધમના બની બેઠેલા રાજકારણી દારૂ-તેલના અડ્ડા-જુગાર-આંકડાના હપ્તાઓની જ ચિંતા સેવા રહી જાય તો તેમનો અભિમાન તો પછી ઘવાય જ ને..! એટલે કયાંક ને કયાંક વાસણભાઈનો પ્રજાપ્રેમ ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીથી જોઈ ન શકાયો અને પોતાની ભ્રષ્ટ ગોઠવણી શામ-દામ-દંડ-ભેદની રીતીનીતીઓથી પણ પાર પાડવા એટી જોટીનુ જોર લગાવી અને ડેમને તોડી પાડવાનો તઘલખી નિર્ણય લઈ લીધો હોવાનુ કહેવાય છે.

 • રાતોરાત યુદ્ધના ધોરણે શિણાય ડેમ કેમ તોડી પડાયો?
 

ગ્રામલોકોને વિશ્વસામાં લેવાયા તો, પોલીસનો આટલો બધો મોટો કાફલો કેમ તૈનાત કરાયો?

ગાંધીધામ : રાતોરાત શિણાય ડેમ યુદ્ધના ધોરણે તોડી પડાયો, આગોતરી કોઈને નોટીસ ન અપાઈ, દાળમાં કાળુ તો લાગી જ રહ્યુ હોવાની સ્થીતી છે. જો ગ્રામજનો સહિતનાઓને વિશવાસમાં લવાયા હતા તો પછી આટલો બધો પોલીસ કાફલો શા માટે તૈનાત કરવામા આવી ગયો? તેવા સવાલો પણ થવા પામી રહ્યા છે.

 • યુદ્ધ એ જ કલ્યાણની અપનાવો નીતી

હજુ’ય મોડુ નથી થયુ.! શિણાય ગામ-ખેડુતો કોર્ટમાં આ કામ સામે માંગો સ્ટે…..!

કોન્ટ્રાકટરની લીડને માટે કરીને ડેમને તોડી પડાયો.!

ગાંધીધામ : શિણાય ડેમને ખાલી કરવાની જે કામગીરી યુદ્ધના ધોરણે રાતોરાત ચાલી રહી છે તેની સામે ભોગ્રસ્તોમાં આંતરીક રીતે તો ધુઘવાટ છે પરંતુ તંત્ર સરકારની કઠપુતળી બનીને જાણે કે ધોક્કાના જોરે ઘરોઘર પોલીસજવાન ઉભા રાખી અને આ કામ કરાવી રહી હોવાની સ્થિતી છે. હજુ ડેમની નાનકળી પાળ તોડવામાં આવી છે, થોડો થોડો જ આ ડેમ તુટી શકે તેમ છે, એકસાથે તેનુ પાણી છેાડવામાં નથી આવ્યુ..? ગ્રામજનો-ભોગ્રસ્તો જાગે, શિણાયના જાગૃત સરપંચ પણ આ બાબતે ફરીથી આગેવાની લે, અને શિણાય ડેમના મહામુલા પાણીને માત્ર અને માત્ર ઠેકેદાર અને રાજકારણીઆોના ખિસ્સા ભરવા માટે વેડફાતું અટકાવે. રસ્તા પર આંદોનલ કરવાની સાથોસાથ જ આ કામની સામે કોર્ટમાંથી સ્ટે લઈ આવવાની પણ કાર્યવાહી વેળાસર આદરવી જોઈએ. શિણાય ડેમને જીડબલ્યુએસએસ પાસેથી છીનવી અને સિંચાઈને આપવામાં આવે વિકસે તે સારી વાત છે, પણ હાલમાં જ આવુ શા માટે? માટી જ ઉપાડવા માટે આવા ગતકડાઓ કરવાના થાય છે? ઠેકેદારને માટી તો અન્યત્રથી મળે જ છે? પાણી છલોછલ ભરેલ છે ત્યારે ડેમને ખાલી કરીને વિકાસ કરવાની વાત કોઈના ગળે ઉતરે તેવી નથી.

 • સરપંચ કેમ ન અપાવે રદિયો…!
  અમે ૧ દિવસ માંગ્યો, તંત્રએ એ પણ ન આપ્યો : ગોપાલભાઈ (શિણાય સરપંચ)

ગ્રામસભામાં ગેરઉપસ્થિત રહેનારાઓના નામોનો ઉલ્લેખ ગેરવ્યાજબી?

ગાંધીધામ : શિણાય ડેમ તોડી પાડવામા આવ્યો છે ત્યારે આજથી એકાદ પખવાડીયા પહેલા આ ડેમ ન તોડવા માટે રીતસરના રસ્તા પર ઉતરી આવેલા અને તેની આગેવાની લેનારા જાગૃત એવા શિણાય ગામના સરપંચ ગોપાલભાઈને આ બબતે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સરદાર સરોવરના શ્રી કાપડીયા રૂબરૂ આવેલ અને ખાત્રીઓ આપી હતી. હાલમાં ડેમ જીડબલ્યુએસએસ હેઠળ છે તેને સિંચાઈ હસ્તક લાવી અને વિકસાવાવાની ખાત્રી આપી છે. જે અનુસંધાને કામ થઈ રહ્યુ છે. જો કે, ગોપાલભાઈએ જણાવ્યુ હતુ કે, આ માટે ગ્રામલોકોને જાગૃત કરવા, વિશ્વાસમાં લેવા સહિતના માટે અમે તેઓ પાસે એક દીવસની માંગ કરી હતી પરંતુ એ ન આપી અને સીધેસીધુ જ કામ શરૂ કરી દેવામા આવ્યુ તે થોડુ ઉતાવડુ કદમ લાગી રહ્ય ુછે. ગ્રામ સમાના ઠરાવમાં કચ્છીમંત્રી તથા અન્ય રાજકારણી હાજર રહ્યાનો ઉલ્લેખ કરાયો છે જે હકીકતમાં આ બેઠકમાં હાજર રહ્યા ન હતા તે બાબતે ગોપાલભાઈએ કહ્યુ હતુ કે, સાચી વાત છે, ગ્રામસભાની બેઠક મળી તેમા ૪૦૦જેટલા ગ્રામજનો, પંચાયતના સભ્યો સહિતના હતા. પરંતુ અંજારના કે ગાંધીધામના ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. જે સબબ તેઓએ યોગ્ય તબક્કે રજુઆત પણ કરી દીધી છે.

 • ગ્રામસભાનો ઠરાવ ખોટો છે : ભાજપનો ભ્રષ્ટાચાર હદ વટાવે છે : સમીપ જોષી

ગાંધીધામ : શિણાય ડેમને તોડી પાડવાનો નિર્ણય રાતો રાત કરવામા આવ્યો છે તેને લઈને કોંગ્રેસના જાગૃત અને આક્રમક લોકસેવક સમીપભાઈ જોષીએ પણ આજ રોજ શિણાયની મુલાકાત રૂબરૂંમા લીધી હતી એન તેઓએ કહ્યુ કે, ગ્રામ સભાનો ઠરાવ ખોટો છે. તેમાં વાસણભાઈ અને ગાંધીધામના ધારાસભ્યની હાજરી દર્શાવાય છે પરંતુ જો આ બન્ને તે બેઠકમાં હાજર રહ્યા હોય તો તેના ફોટો ગ્રામ પંચાયત કેમ જાહેર નથી કરતી? હકીકતમાં ભાજપ સત્તા અને બળના જોરે ખેડુતો સહિતનાઓ પર દમનકારી રીતે વર્તી રહી છે. આ રીતની કામગીરી આતંકભરી જ ગણવી રહે તેમ શ્રી જોષીએ જણાવ્યુ હતુ.

સદભાવ ઈન્જીનીયરીંગ જેવી પ્રતિષ્ઠીત પેઢી પેટામાં રાખેલા કામોના ઠેકેદાર બાબતે બને સાવધાન
ગાંધીધામ : નર્મદા કેનાલનું કામ મુખ્યત્વે સદભાવ ઈન્જીનીયરીંગ જેવી પ્રતિષ્ઠીત પેઢી દ્વારા રાખવામાં આવતુ હોય છે. હાલમાં નર્મદા કેનાલ બનાવવાનુ અને તેના માટે માટીનુ કામ આ જ પેઢી દ્વારા કરવામાં આવ્યુ છે. હવે સદભાવ ઈન્જીનીયરીંગ જેવી પેઢી આ રીતના કામોમાં ખુદ ન પડે પણ પેટામાં કામો જેને આપ્યા છે તે પેઢી અધિકારીઓને સાથે રાખીને આ રીતે ખોટા સિન્ડીકેટ બનાવી અને સદભાવ ઈન્જીનીયરીંગની પ્રતિષ્ઠાને ધબ્બો પહોચાડી રહ્યા હેાવાીન સ્થીતી સામે આવવા પામી રહી છે. હકીકતમાં સદભાવ ઈન્જીનીયરીંગે પણ આ બાબતે આગળ આવીને જાગૃત થવુ ઘટે.

શિણાય ડેમ તોડવા સામે આ રહ્યા અણીયાણા સવાલો
ગાંધીધામ : • શિણાય ડેમ તોડવાથી થશે મોટા નુકસાન : હજારો લીટર પાણીનો થયો બગાડ :• પાણી આસપાસના ખેડુતોના ખેતરામાં કરશે મોટુ નુકસાન • : શિણાય ડેમની માટી નર્મદા કેનાલના નિર્માણમાં જરા સહેજ પણ નહીં આવી શકે કામ • : ડેમ તોડયા બાદ કેટલા દીવસ ખાલી કરતા લાગશે, ખાલી થયા બાદ ડેમ સુકાશે ત્યાં તો ચોમાસુ બેસી જશે, તેથી પહેલા માટી ઉપાડી લેવાશે તો ચીકાશ-ચીકણી માટી જ લાગશે હાથ? • જે કેનાલમાં નાખવાથી સર્જોશે ભ્રષ્ટાચારના મસમોટા ગાબડા..!

 • આગેવાની લેનાર સ્થાનિક ‘સુકાની’ના વિરોધમાં ૫રપોટો કેમ ફુટીગયો…!
  ગાંધીધામના સ્થાનિકના બની બેઠેલ રાજકારણીની ધોંષથી ભયભીત થઈ ગયા કે પછી ખેડુતો અને પ્રજાજનોના નામે આ બની બેઠેલા સુકાનીએ ખુદના ઉલ્લુ કરી લીધા સીધા..!

ગાંધીધામ : શિણાય ડેમ તોડી અને તેનુ પાણી છોડી માટી ઉપાડવાના નિર્ણયનો જાગૃતી પૂર્વક ભોગગ્રસ્તો દ્વારા વિરોધ કરવામા આવ્યો હતો. જેની અસર સરકાર તબક્કે થવા પામી ગઈ હતી અને આ કામ એક માસ સુધી હાથ ધરવામાં જ નહી આવે તેવી ખાત્રી અપાઈ હતી. આવામાં વિરોધની આગેવાની પણ લેવાઈ હતી ત્યારે જાણકાોર દ્વારા હવે સવાલો થઈ રહ્યા છે કે મોટાઉપાડે શિણાય ડેમ તોડવાના નુકસાન ગણાવનારા સ્થાનિકના એકલ-દોકલ સુકાનીનો વિરોધ હવે એકાએક જ કેમ વાંજીયો પુરવાર થવા પામી ગયો? તેમના વિરોધનો પરપોટો કેમ ફુંટી ગયો? ગાંધીધામના બની બેઠેલા રાજકારણીની ધોંષથી ગામ અને ખેડુતોનુ હિત વિસરી ગયા આ સુકાની કે પછી તેઓના કોઈ ઉલ્લુ આવુ કરવામાં સીધા થવા પામી ગયા છે? આવા સવાલો પણ હવે ઉભા થવા પામી રહ્યા છે.