ગાંધીધામના મોડવદર હાઈવે પરથી ૭પ હજારનો શરાબ ઝડપાયો

ગાંધીધામ : તાલુકાના મોડવદર હાઈવે પર સર્વિસ રોડ પરથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ૭પ હજારના શરાબ સાથે હોન્ડા સિટી કાર મળીને ર.રપ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે મોડવદર હાઈવે રોડ પર વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન સર્વિસ રોડ પરથી પસાર થતી ડી.એન. ૯ સી ૧૦૮૯ નંબરની કારમાંથી જુદા-જુદા બ્રાન્ડની દારૂની બોટલ નંગ ર૧૬ કિંમત રૂા.૭પ,૬૦૦નો પ્રોહિ. મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસની રેડ દરમ્યાન આરોપી હાથ લાગ્યો ન હતો. પોલીસે કાર સહિત ર,રપ,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વિધિવત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઝડપી પડાયેલા શરાબની કાર્યવાહીમાં પીઆઈ એમ.એમ. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જાેડાયો હતો.