ગાંધીધામના ભારતનગરમાં આજે સ્વયંભુ સજ્જડ બંધ

વેપારીઓ સહીતનાઓએ મહામારી સામે લડવા દેખાડી એકસુત્રતાઃ બ્રેક ધ ચેઈન માટે સ્વૈચ્છીક બંધ જ બનશે કારગત

ગાંધીધામ : કોરોનાની મહામારીએ દેશભરમાં હાહામાર મચાવ્યો છે તેની બીજી લહેર વધારે જ સંવેદનશીલ અને ઘાતક પુરવાર થવા પામી રહી છે. રોજબરોજ ભારત-ગુજરાત અને કચ્છમાં પણ સંક્રમિતોના કેસો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી રહ્યા હોવાની સ્થિતી સર્જાય છે ત્યારે હવે લોકોમાં પણ જાગૃતી વધી રહી છે. સરકાર દ્વારા ર૦ શહેરોમાં હાલના સમયે રાત્રી કફર્યુ લાદી દેવામા આવ્યુ છે અને બિનજરૂરી ઘરોની બહાર નીકળવાનુ ટાળવા અપીલ અનુરોધ કરવામા આવી રહ્યુ છે તે દરમ્યાન જ હવે સ્વયં ભુ રીતે જ મહામારીની ચેઈનને તોડવાની દીશામાં બંધ પાડી રહ્યા છે. આ બાબતે ગાંધીધામના ભારતનગર કે જે વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતો એરીયા છે ત્યાં પણ આજ રોજ લોકોએ કોરોનાને ડામવાને માટે અભુતપૂર્વ એકતા-એકરૂપતના દર્શન કરાવ્યા હોય તેવી રીતે સજજડ સ્વય ભુ બંધ પાડયો છે. ભારતનગરમાં આજ રોજ વેપારીઓ-ધંધાર્થીઓએ સ્વૈચ્છીક રીતે જ સજજડ બંધ પાડયો છે તો રહેવસીઓ દ્વારા પણ અહીં બિનજરૂરી ઘરની બહાર ની નીકળવાનો નીર્ણય કરી અને આ સ્વય ભું બંધને જબ્બર પ્રતિસાદ આપ્યો હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.