ગાંધીધામના પાંચ પોઠીયા, અંધ-ગંધભકતોને ફટકાર

0
26

કેશુભાઈની કોઠાસૂજને અભિનંદન : નહી તો ગાંધીધામ ભાજપમાં ટપોટપ પડત રાજીનામાં

પદની લાલસમાં રઘવાયા થનારાઓની ફરીયાદ જિલ્લા ભાજપના કર્મઠ-પ્રમાણિક, પક્ષનિષ્ઠ અધ્યક્ષે ધ્યાને ન લીધી અને શહેર પ્રમુખ પદે મેરીટના ધોરણે જ આપી નિયુકિત : શહેર ભાજપ પ્રમુખપદે નિર્વિવાદિત, સેવાભાવી-અનેકવિધ સંસ્થાઓમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર, સર્વમાન્ય-લોકપ્રિય ચહેરાને સ્થાન આપ્યું : જો બોગસ-સત્તાલાલચુ ફરીયાદોની કાકલુદીને સાંભળ્યું હોત તો વિવિધ આગેવાનો-સમાજના મોભીઓ, આખેઆખો એક સમાજ પક્ષથી થઈ જાત વિમુખ : જાણકારોનો સુચક ઈશારો

ગાંધીધામ : પ્રદેશ ભાજપમાં સી આર પાટીલ અને કચ્છ જિલ્લા ભાજપમાં કેશુભાઈ પટેલનતી કર્મશૈલી પ્રજાભિમુખતાને વધુને વધુ પ્રસ્થાપિત કરી રહી હોય તેમ નિર્ણયો લેવાઈ રહ્યા છે. લોકોનો, કાર્યકર્તાઓનો વિશ્વાસ પક્ષ પ્રત્યે વધુને વધુ દ્રઢ બનતો જાય છે. હાલમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ મંડલો અને મોરચાની વરણી કરવામાં આવી છે તેમાં ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પદે આખીય ટીમ આપી છે તે સમતોલ, યુવા અને અનુભવી, સાચા લોકસેવકોને તક આપી છે.પરંતુ આ પદ માટે મોઢુ ધોઈને બેઠેલા તત્વોના સપનાઓ રોડાઈ જવાથી તેઓ પાયાવિહોણી રજુઆતો અને ફરીયાદો કરવા જયા ત્યા દોડી ગયા હતા પરંતુ કર્મઠ અને કાર્યકર્તાઓની મેરીટને જ પ્રાધાન્ય આપતા કચ્છ જિલ્લા ભાજપના વર્તમાન સનિષ્ઠ પ્રમુખ કેશુભાઈ સહિતના જિલ્લાના આગેવાનોએ આવા તકસાધુ રજુઆત કર્તાઓને જરા સહેજ પણ મચક ન આપી હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.રાજકીય પરિબળો કહી રહ્યા છે કે, કેશુભાઈએ આ બાબતે દાખવેલી કોઠાસૂજ અભિનંદનને પાત્ર છે. કારણ કે ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પદે નિયુકિત થયેલ પંકજભાઈ ઠકકર નિર્વિવાદીત, અજાતસત્રુ, મિલનસાર સ્વભાવના, કર્મઠ લોકસેવકની છબી ધરાવી રહ્યા છે. તેઓ લોહાણા સમાજ અને રઘુવંશી સંસ્થાઓમાં તો અલગ અલગ જગ્યાએ ચાવીરૂપ પદો પર બિરાજમાન છે અને સેવાઓ કરી જ રહ્યા છે આ ઉપરાંત ગાંધીધામ શહેર-સંકુલમા પણ તેઓની સેવાભાવનાની અનેરી સુવાસ ફેલાયેલી છે. પંકંજભાઈની સામાજિક સેવાઓની ઝલકની વાત કરીએ તો રઘુવંશી સોશ્યલ ગ્રુપના તેઓ પ્રમુખ છે, આદિપુર લોહાણા મહાજનમાં ઉપપ્રમુખ, રવિભાણ સંપ્રદાય ગૌશાળામાં ટ્રસ્ટીશ્રી, લાલગેબી આશ્રમ મોડપર ટ્રસ્ટીશ્રી, પડાણા ગૌશાળામાં પણ ટ્રસ્ટી પદે સતત યશસ્વી સેવાઓ બજાવી રહ્યા છે. પંકજભાઈ એક સર્વમાન્ય ચહેરો છે. સંકુલના સુખ-દુખમાં સદાય ખડેપગે સેવા કરતા રહ્યા હોવાથી અલગ અલગ સંસ્થાઓ અને સમુદાય તથા લોકોમાં તેમના પ્રત્યેની આત્મીયતા અને લાગણી પણ અનેરી રહેલી છે.રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, જો બોગસ ફરીયાદ કરનારાઓ આ બાબતે ફાવી ગયા હોત અથવા તો તેમને સાંભળીને ફેરફાર કરવામા આવ્યા હોત તો ગાંધીધામ સંકુલમાં ભાજપને મોટો ફટકો પડયો હોત. અનેકવિધ સંસ્થાઓ અને સમાજ-સમુદાય પક્ષથી વિમુખ થવા પામી ગયા હોત તેમ કહેવુ અસ્થાને નહી ગણાય. પણ આ તો કેશુભાઈ પટેલ છે. અહી લાગવકીયા, પૈસાના જોરે કે પછી માત્ર ફોટોશેસન કરાવીને વાહવાહી કરનારા કદાપિ ન ફાવે કારણ કે કેશુભાઈ ખુદ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની નીતિ ધરાવી રહ્યા છે. તેઓ પણ સાદગી અને સરળતાના આગ્રહી છે. પક્ષની નીતી-શિસ્ત, લોકસેવાથી પર તેમના માટે બીજુ કઈ જ નથી તેવુ ફરીયાદીઓ અને અંધ-ગંધ ભકતોને ન સાંભળીને વધુ એક વખત તેઓએ પુરવાર કરી દીધુ છે તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય. કેશુભાઈએ જે નિર્ણય લીધો છે તે ખુબ સમજણપૂર્વકનો અને દિર્ધકાલીન દ્રષ્ટીનો લીધો છે. તમામ સ્વચ્છ પ્રતિભાઓને જ તક આપી છે. પ્રમુખ તરીકે જેઓને લીધા તે અનેકવિધ સંસ્થાઓમાં સેવારત છે. સામાજિક રીતે તથા જાહેરજીવનમાં પણ મહત્વની સેવાઓ બજાવી ચૂકયા છે. મહામંત્રી બનાવાયા છે તેઓ પણ પીઢ, અનુભવી અને જુના પક્ષનિષ્ઠ આગેવાન છે. તેઓએ પક્ષની સેવામાં પાછલા બે દાયકાથી ચપ્પલ ઘસી નાખી છે. આ ઉપરાંત શ્રી ગુરબાનીના ધર્મપત્નીની ધારાસભ્યશ્રીએ ટીકીટ વિના કોઈ પણ કારણોસર કાપી નાખી હતી એટલે તેમને પણ ન્યાય આપીને પદ અપાયુ છે તેમાં પણ કંઈ જ અજુગતુ થયુ હોય તેમ દેખાતુ નથી. પરંતુ આ તો પાંચ પોઠીયાઓ છે જેઓ વરસોથી એક યા બીજા પદ પર ઈજારાશાહીથી ગોઠવાતા ફરતા હતા અને આ વખતે પત્તા કપાયા, સત્તાવિહોણા બની ગયા તેમાં રઘવાયા થયા છે અને એલફેલ રજુઆતો કરતા ફરે છે. આ તત્વોએ તો એટલી હદે માજા મુકી દીધી કે, પક્ષની પ્રક્રીયા અનુસાર પ્રમુખને પદની આપલે કરવાની હોય ત્યારે પૂર્વ પ્રમુખે પણ હાજર રહેવાનુ હોય છે પણ આ પાંચ પોઠીયાઓની બલિહારી તો જુઓ કે તેઓ પ્રમુખની બેઠકમાં પણ ઈરાદાપૂૃવક ગેરહાજર રહ્યા. નવા આવેલા પ્રમુખનુ અને પક્ષની શિસ્તનુ આ અપમાન અને અવહેલના ન કહેવાય તો બીજુ શુ કહેવાય..! જિલ્લાકક્ષાએથી આવી રીતે પક્ષની શિસ્તના ધજાગરા ઉડાનારાઓને પણ પાઠ તો ભણાવવો જ પડે. પદ ન મળતા માનસીક સંતુલન આવા તત્વો એટલુ ગુમાવી ચુકયા છે કે, નવા પ્રમુખના રહેણાંકને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે, જેના રાશનકાર્ડ, વીજબીલ સહિતના ઠામ આદિપુર જ બોલી રહ્યા છે. હકીકતમાં જો આ પાંચ પોઠીયાઓને આવા જ વાંધા-વચકા જોવા હોય તો વિજયસિંહને જુઓને..! તેમને કેમ વોર્ડ ૧ અને તે બાદ વોર્ડ રમાં ટીકીટ અપાવીને લડાવ્યા? તેઓના રહેણાક પણ ગામડાઓમાં બોલી રહ્યા છે? તેઓ કયાં ગાંધીધામ વિસ્તારમાં રહેવાસી છે ખરા? મેઘપર બોરીચીમાં રહે છે? આ બાબતે કેમ રજુઆત-ફરીયાદ નથી કરતા? એટલે તમને ગમે તે બધાય સારા? જિલ્લા ભાજપના પ્રમુખ અને રણનીતીકારોએ તમામ ચકાસણીઓ કરીને જ નિયુકિતઓ આપી છે, છતા જે પાંચ પોઠીયાઓ ટીકા-ટીપ્પણી કરી રહ્યા છે તેઓને મતદાતાઓ જરૂરથી બોધપાઠ શીખવાડશે જ તેમ પણ રાજકીય પ્રબુદ્ધવર્ગ માની રહ્યો છે.