શહેરના યાદવનગરમાં અપશબ્દો બોલવા મુુદ્દે છરી વડે હુમલો

ગાંધીધામ : શહેરના એકતાનગર કાર્ગો ઝુંપડા તથા યાદવનગર ઝુંપડા મધ્યે મારામારીની ઘટના બની હતી.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ એકતાનગર કાર્ગો ઝુંપડા મધ્યે ફરિયાદી રાજુભાઈ વેરશીભાઈ દેવીપૂજક (ઉ.વ.૪૦)ને મજુરી કામના પૈસા લેવા બાબતે આરોપી નટુભાઈ ડાયાભાઈ દેવીપૂજકે અપશબ્દો બોલી લાકડી વડે મારમાર્યો હતો. જ્યારે કનુભાઈ દેવીપૂજક તથા અન્ય દેવીપૂજકે ધકબુશટના મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી મારામારીની ઘટના ગાંધીધામના યાદવનગર ઝુંપડા પાસે બની હતી. જેમાં ફરિયાદી રાહુલ શ્રીઘર તિવારી (ઉ.વ.રર)ના નાનાભાઈએ આરોપી મેહુલ ઉર્ફે મેદુડોએ (રહે. કાર્ગો ઝુંપડા) અપશબ્દો બોલતા તે અંગે ફરિયાદીએ ના પાડતા જેથી ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને ડાબા હાથે છરી મારી ઈજાઓ પહોંચાડી હતી. તથા અન્ય ત્રણ આરોપીઓ અપશબ્દો બોલ્યા હતા. આ બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.