ગાંધીધામના આ બની બેઠેલ રાજકારણીથી તો કાચો પાપડ પણ નથી ભાંગતો.! આ રહ્યો વધુ એક દાખલો

  • શિણાય ડેમ મુદ્દે..બેં..બે..કરતી બકરીની જેમ લીંબડજશ ખાટનાર

૧.૦૭ કી.મી.ની નેશનલ હાઈવે ઓથોરીટીના હદમાથી કેનાલ ક્રોસ કરાવાની થાય છે તે માટે ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીના પેટનુ જરા સહેજ પણ પાણી નથી હાલતું..! કેટલી વખત આ બાબતે તેઓએ કરી છે રજુઆત : જો અહી કેનાલ બની જાય તો ૧પહજાર એકર જમીનને પાણી મળતું થઈ શકે તેમ છે..! પણ આવુ થવામાં ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીને શુ મળે? કાંઈ જ નહી..! તેઓ તો શિણાય ડેમની જેમ સરકારી ગ્રાન્ટો ચાંઉ
થાય, ઠેકેદાર પાસેથી પણ કટકીઓ મળે તેવા કામોમાં જ અધમપછાડા કરે ને..! : જાણકારોની ટકોર

ગાંધીધામને સ્પર્શીને વિસ્તારમાં જ આવતી વાંઢીયા સબ બ્રાન્ચ કેનાલ પાસે કેનાલ ક્રોસ કરાવવા મામલે નેશનલ હાઈવે ઓથોરીટીની આડોડાઈ સામે ગાંધીધામના આ બની બેઠેલ રાજકારણીનું એક ફદીયું પણ ઉપજતું ન હોવાનો તાલ : રેલવે મંજુરી આપી દીધી, પણ નેશનલ હાઈવે નાખી રહ્યુ છે લાંબા સમયથી રોડા..

નેશનલ હાઈવેની મંજુરીમાં મુકયુ છે, એકાદ-દોઢ વર્ષથી કામ સતત અટકેલુ હતુ, ડીઝાઈન રીવાઇજ કરી છે, મંજુરી આવે તે બાદ કામ ઝડપથી ચાલુ કરી દેવામાં આવી શકે : નર્મદા નિગમના સબંધિત જાવબાદર અધિકારીની પ્રતિક્રીયા

ગાંધીધામ : જાનમાં કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ બની ફરતા ગાંધીધામના એક રાજકારણી હાલના સમયે સતત ટીકાનુ કારણ બનવા પામી રહ્યા છે. શિણાય ડેમને ખાલી કરવાનો અધમભર્યો હઠાગ્રહ કરનાર આ રાજકારણીની સામે અનેકવિધ સવાલો ઉઠવા પામ્યા જ છે ત્યારે હવે મેં કર્યુ..મેં કર્યુની બે બે કરતી બકરી સમાન ગાંધીધામના આ બની બેઠેલ રાજકારણીથી કાચો પાપડ પણ ભાંગી શકતો ન હોવાનો વધુ એક દાખલો આ વખતે ભચાઉ પટ્ટામાથી સામે આવવા પામી રહ્યો છે. વાત સહેજ વિગતે માંડીએ તો ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીના જ સત્તાવર્તુળ વિસ્તારમાં વાંઢીયા સબ બ્રાન્ચ કેનાલ પાસે પાછલા લાંબા સમયથી એકાદ કીમી કેનાલને ક્રોસ કરાવવાનુ કામ નેશનલ હાઈવે ઓથોરીટીની અવળચંડાઈથી ટલ્લે ચડેલ પડયુ છે અને તેના લીધે સરકારના સારા હેતુઓ, નર્મદા નિગમ જેવા વિભાગોની મહેનત પર પાણી ફરી વળી રહ્યુ છે. પરંતુ આ અટકેલા કામને લઈને ગાંધીધામના બની બેઠેલા રાજકારણીએ કયાંય આ કામો આગળ ધપે તેની તસ્દી લીધી હોય તેવુ બહાર આવવા પામ્યુ નથી. માની શકાય કે નર્મદા જળ અને સંકુલના પ્રશ્નોની આ બની બેઠેલ રાજકારણીને જરા સહેજ પણ ગતાગમ નથી અને તે ન જ હોય કારણ કે યેન કેન પ્રકારેણ તેઓ ખુદનુ જ તરભાણું ભરવામા ંવ્યસ્ત પડયા છે પણ નર્મદા નિગમની કચેરી તો આદીપુરમાં જ આવેલી છે તેમ છતા આ બની બેઠલ રાજકારણીએ આ કચેરી જવુ, અધિકારીઓથી મુલાકાત કરવી, અટકેલા આ કામની વિગતો મેળવવી અને ખુદ આ પ્રશ્ને કયા રજુઆત કરી શકે તેમ છે તેની તૈયારીઓ દર્શાવવાની પણ તસ્દી કયાંય લીધી નથી અને તેથી જ હવે તેઓની સામે સવાલોનો મારો પણ વધી રહયો છે.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામથી ભચાઉ તરફ જતા રામદેવ વિસ્તાર પાસે વાંઢીયા સબ બ્રાન્ચ કેનાલનુ ૧૦ કી.મી.નુ કામ છે જેમા નવ કીમીનુ કામ ધમધમાટ સાથે થવા પામી ગયુ પરંતુ એકાદ કી.મી.નુ કામ પાછલા લાંબા સમયથી ટલ્લે ચડી જવા પામી ગયુ છે અને આ કામ અટકી ગયુ હોવાના કારણે ૧પ હજાર એકર જેટલી જમીનને પાણીનો તલસાટ સતત અનુભવો પડી રહ્યો છે પરંતુ આ એકાદ કીમીના અટકેલા કામોમાં નેશનલ હાઈવે આથેારીટીને રજુઆત કરવી, ગાંધીધામમાં નર્મદા નિગમના અધિકારીઓ પાસે સામે ચાલીને જવુ અને આ કામ કયા અટકયુ છે તે માટે રજુઆત કરવાની તૈયારી દેખાડવી તો દુરની વાત પરંતુ જાણવા પુછવાની તસ્દી પણ આ ગાંધીધામના બની બેઠેલ રાજકારણીએ લીધી હોવાનુ કયાય દેખાતુ નથી અને તેઓની જ બેરદકારી થકી જાણે કે આજે સરકાર-સરકાીર તંત્રની ઈચ્છા હોવા છતા પણ નેશનલ હાઈવે ઓથોરીટી જેવાઓની તઘલખી નીતીઓના કારણે કચ્છમાં ૧પ હજાર એકર જમીનને મળતુ પાણી અટકેલ પડયુ છે. પણ મજાની વાત એ છે કે, તેમ છતા પણ આ બની બેઠેલા ગાંધીધામના રાજકારણીનુ જરા સહેજ પણ પેટનુ પાણી ચાલતુ જ નથી કારણ કે, આ કામમમાથી તેમને તો કંઈ મળવાનુ નથી? કદાચ એટલે પ્રજાહિત, ખેડુતો સહિતનાઓ માટેના આર્શીવાદરૂપ આ પ્રશ્નમાં ગાંધીધામના બની બેઠેલા આ રાજકારણી રસ દાખવતા નથી તેવી ટકોર પણ સામે આવી રહી છે. આ બાબતે નર્મદા નિગમના જવાબદાર અધિકારીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વાઢીયા સબ બ્રાન્ચ કેનાલ પાસે ૧૦ કીમીનુ કામ કરવાનુ છે જેમા હવે માત્ર ૧.૦૭ કીમી જેટલુ જ કામ બાકી રહ્યુ છે. જો કે, આ કામ કેનાલને ક્રોસ કરાવવાનુ છે અને તેના માટે નેશનલ હાઈવે ઓથોરીટીની મંજુરી લેવી જરૂરી છે. આ કામ અંદાજે એકાદ -દોઢવર્ષથી અટકલે હોવાનુ તેઓએ સમર્થન આપી અને હવે નકશાઓ-ડીઝાઈન રીવાઇજ કરાઈ છે અને નેશનલ હાઈવે ઓથોરીટીને મજુરી માટે મુકી દેવાઈ છે જે મળેથી કામ શરૂ કરી દેવામા આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ. પણ અહી સવાલ એ થાય છે ક, નવ કીમીનુ કામ સમાપ્ત થઈ ગયુ અને એકાદ કીમીના બાકી રહી ગયેલા કામ માટે ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણીએ કયાંય આગળ આવવુ મુનાસીબ નથી માન્યુ..તેઓના પેટનુ જરા સહેજ પણ પાણી નથી હાલ્યુ. જાણકારો તો ખુલ્લી ટકોર કરતા કહી રહ્યા છે કે, આમને આમ પ્રજા સાથે દ્રોહ કરતા રહ્યા તો ચુંટણી હવે બહુ દુર નથી, પ્રજાજનો પણ જાકારો આપતા નહી કરે વાર તે પણ ન ભુલજો.

  • આ તો ભલો થજો કે, એક બાજુ વિરેન્દ્રસિંહ તો બીજીબાજું વાસણભાઈ કરે છે મહેનત

નહીં તો ગાંધીધામ સંકુલની પ્રજાની હાલત તો છે ભગવાન ભરોસે સમાન

શિણાયના પ્રશ્નનો સુખઃદ ઉકેલ વાસણભાઈની મહેનતથી આવ્યો, હવે ભચાઉ પટ્ટામાં કેનાલના કામોનો એનએચએઆઈની અવળચંડાઈ મુદ્દે વિરેન્દ્રસિંહ કરી રહ્યા છે ધારદાર રજુઆત

ગાંધીધામ : મીની મુંબઈ અને લઘુ ભારતની ઉપમા ધરાવતુ ગાંધીધામ સંકુલ તો જાણે કે અનાથ હોય તેવી જ અવસ્થા રહેલી છે. શહેરના અનેકવીધ ગંભીર પ્રશ્નો અદ્વર લટકી રહ્યા છે પરંતુ અહીના બની બેઠેલા રાજકારાણી તો જાણે કે, રાજકીય લીટા જ લાંબા ટુંકા કરવામાં રચ્યાપચ્યા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. શિણાય ડેમને ખાલી કરવા મુદ્દે થયેલા સંઘર્ષથી લઈ અને સરકાર તબક્કેની કરવામા આવેલી રજુઆત સુધી આ રાજકારણી ખુદ કયાંય ન ડોકાયા તો હવે ભચાઉ પટ્ટામાં પણ નર્મદાના કામને લઈને જ પ્રશ્નો સપાટી પર આવી રહ્યા છે જયા પણ આ રાજકારણીને રજુઆતો કરવાનો સમય જ ન હોય તેવો તાલ સામે આવવા પામી રહ્ય હોવાથી પ્રબુદ્વવર્ગ કહી રહ્યો છે કે, આ તો ભલો થજો કે, એક બાજુ આપણી વિરેન્દ્રસિંહ જાડેજા જેવા બાહોશ રાજકીય આગેવાન બેઠા છે તો બીજીતરફ અંજારમાં વાસણભાઈ આહીર જેવા લોકસેવક મોજુદ છે. શિણાય ડેમના વિષયને વાસણભાઈએ રજુઆત કરીને ઠારી દેખાડયો તો ભચાઉના આ પ્રશ્ન મામલે વિરેન્દ્રસિંહ જાડેજા વહારે આવશે તેવો આશાવાદ પ્રબળ બનેલો છે. પરંતુ ગાંધીધામના આ બની બેઠલા રાજકારણી તો આવી પ્રજાસેવાના નામે મીંડુ જ છે તે તો ફરીથી પુરવાર થવા પામી જ રહ્યુ હોવાનુ મનાય છે.