ગળપાદર જેલમાંથી ર૩ બંદીવાનોને બે માસ માટે પેરોલ મુક્ત કરાયા

ગાંધીધામ : પૂર્વ કચ્છની ગળપાદર ખાસ જેલમાં સજા કાપતા ર૩ કાચા – પાકા કેદીઓને બે માસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.ગળપાદર જિલ્લા જેલના અધિક્ષક ડી.એમ. ગોહિલની યાદીમાં જણાવ્યા મુજબ અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શનથી હાલમાં વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે જેલમાં રહેલા કેદીઓના કુટુંબની દેખભાળ તથા સારસંભાળ કરનાર કોઈ ન હોય તે માટે તેનઓના કુટુંબ સાથે હાજરીની ખાસ જરૂરિયાત હોય જે સંદર્ભે એચપીસી કમિટી દ્વારા જે ગુનામાં સાત વર્ષ કે તેથી ઓછી સજા જોગવાઈ થઈ શકે તેવા ગુન્હાના આરોપીઓ તેમજ ભરણ પોષણના ગુનામાં સજા પામેલ કેદીઓને ગળપાદર જિલ્લા જેલ ગાંધીધામ ખાતે નામ. સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ગુજરાત સરકાર દ્વારા હાઈ પાવર કમિટીનું ગઠન થયેલ છે.તે અનુસંધાને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ભુજના હુકમથી મે. અધિક ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ પી.પી. જાડેજા, ગાંધીધામનાઓ અત્રેની જેલ ખાતે કેદીઓને બે માસ માટે વચગાળાના જામીન પર માટે જેલમુક્ત અર્થે કેમ્પ ગોઠવેલ હતો. જે કેમ્પમાં કાચા ૧૧ અને પાકા ૧ર આરોપી કેદીઓને કોરોના સબબ બે માસ માટે વચગાળાના જામીન પર જેલ મુક્ત કરેલ છે. આ કેમ્પ સફળ બનાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, લીગલ તરફથી વિધ્વાન ધારાશાસ્ત્રી એસ.બી. વાનખેડે, નામ. કોર્ટના સ્ટાફના કર્મચારી તેમજ ગળપાદર જિલ્લા જેલના જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ, જેલર અનિલભાઈ બી. ઝાલાનાઓનો સાથ, સહકાર, સહયોગ મળેલ છે.