ગલુડીયું મારી નાખવા બાબતે ભચાઉમાં આધેડ પર હુમલો

ભચાઉ : શહેરના ભટ્ટપાળિયા વિસ્તારમાં આધેડ પર છરી, પથ્થર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે પિતા – પુત્ર સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ભચાઉ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ખાનાભાઈ ગોકળભાઈ ફફલ (ઉ.વ.પપ)એ આરોપી સામજી રામજી મેરિયા, રામજી મેરિયા તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી સામજી અને ફરિયાદી વચ્ચે ગલુડીયું મારી નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગે અન્ય આરોપીઓએ પણ સાથે મળીને ઝઘડો કર્યો હતો. ફરિયાદીને છરી વડે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, તો રામજીએ માથામાં પથ્થર વડે ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ ધોકા વડે ફરિયાદી અને તેના દિકરાને મુઢ માર માર્યો હતો. બનાવને પગલે ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.