ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) યોજના માટે તા.૮-૫-૨૧ સુધી વોટ્સએપથી અરજી કરવા અનુરોધ

નિરાધાર વિધવા મહિલાઓના પુન:વસવાટ માટે હાલમા ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) યોજના અમલમાં છે.આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં હાલમા ૨૨૮૩૫ બહેનો લાભ લઇ રહ્યા છે અને તેઓને સહાયની ચુકવણી માર્ચ-૨૦થી DBT(ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) દ્વારા નિયમિત દર માસે ચુકવવામાં  આવે છે આમ છતા પણ અત્રેની કચેરીને અમુક લાભાર્થીઓને સહાય મળતી નથી એવી રજુઆતો મળે છે જે અંગે જણાવવાનું કે મામલતદારશ્રી દ્વારા સહાય મંજુર થયા બાદ પણ સહાય મળતી નથી અથવા તો હાલમા મળે છે પરતું માર્ચ-૨૦ પહેલાની સહાય મળી નથી તે લાભાર્થીઓ માટે ખાતરી કરવી જરુરી જણાય છે અને આ અંગે ગ્રાંટ માંગણીની દરખાસ્ત મહિલા અને બાળ વિકાસ વિભાગ-ગાંધીનગરને તા.૧૦.૫.૨૦૨૧ સુધીમાં કરવાની છે COVID-19ની પરિસ્થીતીને ધ્યાને લઇ બહેનોને મુસાફરી ન કરવી પડે અને ઘરે બેઠા સુવિધા મળી રહે તે માટે અત્રેની કચેરી દ્વારા વોટસ એપ નંબર જાહેર કરવામાં આવે છે  કચ્છ જિલ્લામાં આવા કોઇ અરજદાર બહેન હોઇ કે જેમને સહાય મળતી નથી અથવા તો અગાઉની સહાય બાકી છે તેમણે ૦૮.૦૫.૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી તરફથી આપવામાં આવેલ મંજુરી હુકમ, આધાર કાર્ડ, બેંક/પોસ્ટ ખાતાની બુકના પ્રથમ પાનાની નકલ આ તમામ ડોક્યુમેન્ટનો  વ્યવસ્થિત ફોટો પાડી અને લાભાર્થીના મોબાઈલ નંબર સાથે અત્રેની કચેરીના Whatsapp નંબર ૯૦૬૭૫ ૮૭૮૯૭ પર મેસેજ  કરવો અથવા તો પોતાના તાલુકાની મામલતદાર કચેરીમાં  વિધવા સહાયની કામગીરી સંભાળતા ક્લાર્ક/ઓપરેટરનો સંપર્ક કરવો  વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કચ્છના સંપર્ક નં-૦૨૮૩૨-૨૩૦૦૧૦ પર સંપર્ક કરવો. તા.૧૦.૦૫.૨૦૨૧ પછીથી મળેલી દરખાસ્ત ધાને લેવાશે નહી જેની નોંધ લેવા જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા જણાવાયું છે