ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આપવા સરકારની વિચારણા

ગાંધીનગરઃ રાજ્યમાં વાવાઝોડાના કારણે ઉનાળુ અને બાગાયત પાકોને થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાયરૂપ થવા માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયઆપવા રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજ આપવા માટેની સક્રિય વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. કૃષિ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેડૂતોના બાગાયતી પાકો તેમજ ઉનાળુપાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.નુકસાની અંગેનો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નુકસાનીના સર્વે ની કામગીરી પૂર્ણ થયા બાદ બાગાયતી પાકોમાં કઈ કઈ પ્રકારનું નુકસાન ખેડૂતોને થયું છે તેમજ ઉનાળુ પાકો માં કેટલા વિસ્તારોમાં ખેડૂતો ને કઈ પ્રકારનું નુકસાન થયું છે તે અંગેના અંદાજ કાઢવામાં આવ્યા બાદ બાગાયતી અને કૃષિ ક્ષેત્રે થયેલા નુકશાની અંગે નો અહેવાલકૃષિ વિભાગ રાજ્ય સરકારનેસુપરત કરશે.કૃષિ વિભાગ દ્વારા વાવાઝોડાના કારણે ખેડૂતોને બાગાયતી અને ઉનાળુપાકોમાં થયેલા નુકસાન અંગે કરેલા સર્વેના આધારે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય
રૂપ થવા માટે કેવી કેવી સહાય આપવી તે અંગેની ચર્ચા વિચારણા કરીને કૃષિ સહાયપેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને પાક નિષ્ફળ ગયો હોય તેના માટે ભારે વરસાદથી જમીન ધોવાણ થયું હોય તો જમીન સમતળ કરવા સહિતની જુદી જુદી નુકસાની માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવાના ધોરણ નક્કી કરીને કૃષિ સહાય પેકેજ તૈયાર કરવા માટે કૃષિ વિભાગે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ નુકશાની અંગે સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ આગામી સપ્તાહે મળનારી કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સંદર્ભે સહાય આપવા માટેનો ર્નિણય લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. વાવાઝોડાના કારણે સૌથી મોટું નુકસાન કૃષિક્ષેત્રે થવા પામ્યું છે જેમાં ખેડૂતોના ઉનાળુ પાકો અને બાગાયતી પાકોને સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે.