ખેડૂતોના હિતમાં ખાતરના ભાવમાં કોઈ વધારો નહિ થાય : કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા

image description

ગાંધીધામ : કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ખાતરના ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી. ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને ખાતરનાં ભાવમાં કોઈ વધારો નહિ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે ખાતર ઉત્પાદક કંપનીઓ સહમત થઇ છે. હવેથી ખેડૂતોને જૂના ભાવથી જ ખાતર ઉપલબ્ધ રહેશે નીરવ દવેની યાદીમાં જણાવાયુ છે.