ખેડુતો અમારી સરકારથી ખુશ છે : રૂપાણી

પાક વીમા યોજના અંગે સીએમ દ્વારા ગૃહમાં અપાયુ નિવેદન

ગાંધીનગર : આજ રોજ વિધાનસભા ગૃહમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યુ હતુ કે, અમારી ગુજરાત સરકારથી રાજયના ખેડુતો ખુશ છે અને તેથી જ તો અમને સ્વરાજ સંગની સંસ્થાઓ-પંચાયતોમાં ભાજપને ઐતિહાસીક બેઠકો મળવા પામી હતી. વીજયભાઈએ આજ રોજ પાક વીમા મુદે બોલતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓએ પુરતુ વળતર ન આપ્યુ હોવાની ફરીયાદો અમારી પાસે આવી હતી. અને તે બાદ અમે સીએમ કૃષી સહાય યોજના લાવ્યા હતા અને અકેમાત્ર અમેરલીને જ અમે ૩૧૦ કરોડની માતબર મદદ કરી હતી. આ ઉપરાંત ઉનાળુ પાક માટે અમે નર્મદાજળ પણ છોડયા હતા.