ખાદ્યતેલ-દાળ-પેટ્રોલ-ડીઝલના ભાવે મોંઘવારી ભડકાવી

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર ફરી એક વખત બેરોજગારી અને ધંધા વ્યાપારને ફટકો મારી ગઈ છે. આ વચ્ચે મોંઘવારીએ પણ લોકોની મુશ્કેલીમાં અનેક ગણો વધારો થયો છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી એકંદરે તમામ પ્રકારના ઉત્પાદનો તથા સેવામાં ભાવવધારો લાવી રહી છે અને હજું દેશમાં લોકડાઉન સહિતની સ્થિતિ હજુ ઘટી રહી છેતેનાથી ટ્રાન્સપોર્ટેશન અને અન્ય વાહન વ્યવહાર પુરી ક્ષમતાથી ચાલુ થયો નથી. તેથી એક વખત જનજીવન સામાન્ય થવા લાગશે પછી ટ્રાન્સપોર્ટ ભાડા હજુ વધુ વધશે અને તેની અસર આવશ્યક સહિતની ચીજવસ્તુઓની ભાવ સપાટી પર પડશે તે નિશ્રિ્‌ચત છે પરંતુ અન્ય ખાદ્ય સામગ્રીની કિંમત ૪૦થી૧૦૦% વધી ગઈ છે. ખાસ કરીને ખાદ્યતેલ, દાળમાં ભાવવધારો થયો છે જેના કારણે રસોડાના બજેટ બગડી ગયા છે. ચણા, અડદ, મગ સહિતની દાળોના ભાવ ૧૦થી૩૦% જેટલા વધી ગયા છે. ઉતર ભારત સહિતના રાજયોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા પામ ઓઈલના ભાવ આસમાને છે.સરસોનું તેલ જે ૧ વર્ષ પૂર્વે રૂા.૧૩૩ પ્રતિ કિલોમાં વેચાતું હતું તે હવે ૧૭૮ થી ૧૮૦માં અને અનેક રાજયોમાં રૂા.૨૦૦ સુધી પ્રતિ કિલો પહોંચી ગયું છે. પામ ઓઈલ પણ મલેશિયા સાથેના બગડેલા ડિપ્લોમેટીક વિવાદ બાદ સરકારે આયાત નિયંત્રીત કરતા આ ખાદ્યતેલના ભાવ ઉંચકાયા છે. જાે કે બટેટા, ડુંગળી, ટમેટાના ભાવ હાલ ઘટાડા સાથે સ્થિરતા જાેવા મળી રહી છે. રાંધણગેસ જેવા રસોડાના ઈંધણ ઉપરાંત રોજબરોજના વપરાશનો કીચન આઈટમ, સાબુ, પેસ્ટ, હેરઓઈલ વિ.ના ભાવ પણ ધીમી રીતે વધ્યા છે અથવા તેનું વજન ઘટયું છે. નિષ્ણાંતો કહે છે કે દેશમાં મોંઘવારી હજુ થોડો સમય સતાવશે અને વર્ષના અંતે દિપાવલી પછી જયારે નવી ખરીફ સીઝનના પાકો બજારમાં આવશે અને લોકડાઉન સહિતના નિયંત્રણો પુરા થશે પછી ભાવ ઘટી શકે છે.સરકારના સૂત્રોએ સ્વીકાર્યુ કે કોરોના સામેની લડાઈમાં મોંઘવારી અને ભાવ સપાટીએ હાલ સરકારના એજન્ડામાંજ નથી. લોકડાઉનના કારણે અર્ધબેરોજગારીની સ્થિતિ છે અને સૌથી મહત્વનું એ છે કે હાલમાં જ જથ્થાબંધ ફુગાવો ૨૦૧૧ પછીની સૌથી ઉંચી સપાટીએ ગયો છે. હજું લોકોની માંગ ઓછી છે. કારણ કે લોકો પાસે આરોગ્યનો એજન્ડા મહત્વનો છે પણ લોકડાઉન કોરોનાથી ગયેલી રોજગારી વિ. ઝડપથી પરત આવશે નહી. ગ્રામીણ ક્ષેત્રમાં વધુ ખરાબ સ્થિતિ છે અને હવે શાળા-કોલેજાેની ફી, યુનિફોર્મ, પાઠયપુસ્તક વિ.નો ખર્ચ તથા ટ્રાન્સપોર્ટેશન એ કુટુંબે કરવાનો છે જયાં પણ ભાવ વધારો લાગુ પડશે અને તે પછી ગરીબ-મધ્યમવર્ગ પરિવાર માટે મોટી કસોટી છે.