ખાતાધારકોને ૩૧-મે સુધી કેવાયસી અપડેટ કરાવવા એસબીઆઇનો નિર્દેશ

નવી દિલ્હીઃસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ બેન્કે બધા ખાતાધારકોને તેમના ખાતામાં કેવાયસી અપડેટ કરવા નિર્દેશ આપ્યા છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો એ ગ્રાહકોની બેન્કિંગ સર્વિસિસને અટકાવી દેવામાં આવશે. બેન્ક ૩૧ મે પછી જે અકાઉન્ટ્‌સના કેવાયસી નહીં થયા હોય, તે ગ્રાહકોનાં ખાતાઓને ફ્રીઝ કરી દેશે, એમ બેન્ક જણાવ્યું છે.SBIએ એના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર આ માહિતી શેર કરતાં કહ્યું હતું કે ગ્રાહકોએ કોઈ પણ અડચણ વિના બેન્કિંગ સેવાઓ ચાલુ રાખવા માટે ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં દ્ભરૂઝ્ર અપડેટ કરાવવું જરૂરી છે. આ માટે ગ્રાહકો તેમના દ્ભરૂઝ્ર દસ્તાવેજ લઈને તેમની હોમ શાખા અથવા તેમની૪ નજીકની શાખામાં જઈ શકે છે. કોરોનાને કારણે બેન્કે આ સુવિધા ૩૧ મે સુધી લંબાવી છે. આ તારીખ પછી જે ખાતામાં દ્ભરૂઝ્ર અપડેટ કરવામાં નહીં આવે તેમનાં ખાતાંમાં કામકાજ અટકાવી દેવામાં આવશે, એમ બેન્કે ઉમેર્યું હતું.