ખાણખનિજ વિભાગ-સરપંચ સહિતનાઓ ગોર ફરમાવે : શિણાય ડેમના માટી ચોરો પાસે તળાવડીના કામનો વર્ક ઓેર્ડર આવે જ કયાંથી?

શિણાય સીમની હદમાં આવતી તળાવડીનો વર્કઓર્ડર મેળવનારી પાર્ટી તો કામ પુરૂ કરીને જતી રહી, તો પછી ખાણવિભાગની રેડ કરવા ગયેલી ટીમને સરપંચની ખોટી સહીથી અપાયેલો વર્ક ઓર્ડર જે-તે માટીચોર તત્વો પાસે આવ્યો જ કયાંથી? આ બાબતે તપાસ કરાય તો પણ મોટું કૌભાંડ આવે બહાર : શિણાય ડેમમાથી માટી ઉપાડવાનુ કામ રાખનાર મુળ ઠેકેદાર ખુદના આળતીયા-મળતીયાઓને પેટામાં માટી ઉપાડવાનુ કામ આપી દેવાનુ ધમધમે છે મોટુ કૌભાંડ : માટીચોર માફીયાઓને અંજારથી મળી રહ્યો છે સપોર્ટ, જેની પાછળ નગદ નારાયણની છે બલિહારી.!

સરપંચ તેમની સહીનો ખોટો ઉપયોગ કરાયો હોવાનુ નિવેદન આપી ચુકયા છે તો પછી હવે આ બાબતે ફોજદારી -૪ર૦ની કલમ તળે ફરીયાદ નોધાવવામાં કેમ કરી રહ્યા છે પાછીપાની..? કોનુ પ્રેસર કરી રહ્યુ છે કામ? આ જ સરપંચશ્રીના નેતૃત્વમાં શિણાય ડેમમાથી માટી ઉપાડવાનો થયો હતો જબરદસ્ત વિરોધ..! હવે કેમ પાણીદાર સરપંચ પાણીમાં બેસી ગયાનો દેખાય છે વર્તારો..? : જાણકારોના સવાલ

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં નર્મદા જળ ઝડપથી છેવાડાના વિસ્તારો સુધી પહોચતા થાય તે માટે બાકી રહેલી બ્રાન્ચ કેનાલના કામોને આગળ ધપાવવા શિણાય ડેમમાથી માટી ઉપાડવાની મંજુરી આપવામંાં આવી હતી પરંતુ સરકારના હેતુને ભાંગ નાખી, કચ્છના હિતના ભોગે ગાંધીધામના બની બેઠેલ રાજકરાણી અને ઠેકેદારની ભ્રષ્ટ ટોળકીએ શિણાય ડેમમાથી માટી ઉપાડી બ્રાન્ચ કેનાલમા ંઠાલવવાના બદલે બારોબાર જ વેચી દેવાનો કૌભાંડને અંજામ આપી દીધો હોવાના અહેવાલો ઉજાગર થવા પામી ચૂકયા છે તે બાદ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે અને ક્રોસ વેરીફીકેશનની કામગીરી આરંભી તો મુળ ઠેકેદારે પેટામાં બારોબાર માટી વેચી દેવાના અપાયેલા કામવાળી આખેઆખી ગેગમા ંપણ ફફડાટ જ વ્યાપી જવા પામી ગયો હતો.

શિણાય ડેમમાથી માટી ઉપાડી બારોબાર વેચવા પર તો આંશીક બ્રેક લાગી ગયો પણ પેટામા ંકામ રાખનાર ઠેકેદાર દ્વારા ડેમમાથી માટીનુ કામ બંધ થઈ જતા શિણાય સીમમાં આવેલી તળાવડીમાંથી માટી ઉપાડવાના ગતકડાઓ શરૂ કર્યા હતા. ડેમની માટી જે જગ્યાએ બારોબાર ઠાલવવામાં આવી હતી તે જગ્યાએ ખાણખનિજ વિભાગની ટુકડીએ તપાસ હાથ ધરી હતી અને તેમાં માઠી ઠાલવનાર પાર્ટીએ તળાવડીની જ માટી હોવાનો આધાર કામનો વર્ક ઓડર્ર દેખાડીને રજુ કરી આ ટીમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતા. પણ ચોરની દાઢીમાં તીનકાના તાલે વર્ક ઓર્ડર અનુસંધાને પંચાયતનો પત્ર જે હતો તેમાં સરપંચની સહી બારોબાર કરી દેવાનો ગંભીર ગુન્હો માટી ચોર ગેંગ દ્વારા કરાયો હતો અને તેનો ભાંડાફોડ પંચનામા વખતે જ થવા પામી ગયો હતો જેની તપાસ હવે આગળ ધપી રહી છે. ત્યારે બીજીતરફ અહી જાણકારો દ્વારા સવાલ એ થાય છે કે, શિણાય ડેમમાથી માટી ચોરીનુ બારોબારનુ કામ પેટામાં રાખનાર શખ્સ પાસે ગામની તળાવડીમાથી માટી ઉપાડવાનો વર્ક ઓર્ડર આવે જ કયાંથી? કેવી રીતે? આ કામ તો સિંચાઈ દ્વારા અન્ય પાર્ટીનુ મંજુર કરવામા આવ્યુ હતુ અને એ પાર્ટી તો કામ પૂર્ણ કરી અને જતી પણ રહી છે. તો પછી આ શખ્સ પાસે વર્કઓર્ડર સિંચાઈનો આવ્યો જ કેવી રીતે? ખાણવિભાગ, સરપંચ શ્રી સહિતનાઓથી આ બાબતે તટસ્થ અને સચોટ માહીતી અંકે કરે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે. ન માત્ર સરપંચની ખોટી સહી કરી અને લેટર ઉભો કરી લીધો છે આ માટીચોર ગેંગના ઠેકેદારે બલ્કે અન્ય સરકારી રેકોર્ડ સાથે પણ મોટા ચેડાનો ખુલાસો જાે આ બાબતે ઘનિષ્ઠ તપાસ થશે તો ખુલી શકે તેમ જાણકારો માની રહ્યા છે.