ખંભરા ગામે નિર્માણાધિન રસ્તાની રાજયમંત્રીશ્રીએ નિરીક્ષણ મુલાકાત કરી

ખંભરા વાડી વિસ્તારથી પ્રાથમિક શાળા સુધી નિર્માણાધિન રસ્તાની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રીશ્રીએ મુલાકાત કરી ચિવટપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું. ખંભરા વાડી વિસ્તારથી પ્રાથમિક શાળાને જોડતો કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે સરકારશ્રી દ્વારા ખંભરા  વાડી વિસ્તારથી પ્રાથમિક શાળા સુધી ૩ કિ.મી.ની પાકી સડક મંજુર થઇ જે અન્વયે સાડા ૭૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ રસ્તાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની રાજયમંત્રીશ્રીએ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને કામ ત્વરિત ધોરણે પુરું કરવા પણ સુચન કર્યુ હતું. આ તકે રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સડકના નિર્માણ થકી લોકોને કોઇ અગવડ નહીં પડે અને પરિવહન સરળ બનશે. આ તકે માર્ગ અને મકાન વિભાગના સૈયદભાઇ પણ ઉપસ્થિત રહયા હતા.