ક્રાઈમ કોર્નર

0
37

બિદડામાં પતિ-નણંદના ત્રાસથી પરિણીતાનો આપઘાત

માંડવી : તાલુકાના બિદડામાં પતિ અને નણંદના ઘરેલું ત્રાસથી કંટાળીને ૩૦ વર્ષિય પરિણીતાએ આપઘાત કર્યો હતો. હતભાગી કાંતાબેન રમેશ વિંઝોડાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બનાવને પગલે માંડવી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસમાં લખાવાયેલી પ્રાથમિક વિગતો મુજબ મરણ જનારે તેના પતિ અને નણંદના ત્રાસથી આ પગલું ભર્યું હતું. બનાવને પગલે ભુજ વિસ્તારના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

ચોપડવા નજીક કંપનીમાં ટેન્કરમાં આગ

ભચાઉ : તાલુકાના ચોપડવા ગામ નજીક આવેઈ ઈન્ડો ગ્રાઉન્ડ ઈન્ડસ્ટ્રીઝના પરિસરમાં ઉભેલા જીજે. ૧ર. ઝેડ. ૪૭૬૮ નંબરના ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. કંપનીના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતોે. સદનસીબે બનાવમાં જાનહાની ટળી હતી. બનાવને પગલે મિતેષ શિવલાલ જોષીએ ભચાઉ પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી હતી.

ફેસબુક પરથી એકટીવા ખરીદવા જતા ગાંધીધામનો યુવાન છેતરાયો

ગાંધીધામ : ફેસબુક ઉપર સસ્તા ભાવે એકટીવા વેંચવાની જાહેર ખબર આપીને એક શખ્સે ગાંધીધામના યુવાન સાથે ઠગાઈ કરી હતી. સેકટર ૭માં રહેતા નરસિંહ આલારામ મહેશ્વરીએ બનાવ અંગે પોલીસમાં અરજી કરી છે. જેમાં એક શખ્સે પોતે ભુજ આર્મીમાં હતો અને હાલ વડોદરામાં હોવાનું જણાવી રૂા.ર૬,પ૦૦ના એકટીવા વેંચવા કાઢી હતી. જેમાં પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી ફરિયાદી પાસેથી ૪૦૦૦ની માંગણી કરી હતી અને અરજદારે ૩૦૦૦ આપી દીધા હતા.

અંજારમાં વૃધ્ધે બાળકી સાથે અડપલા કરતા ફરિયાદ

અંજાર : અહીંની ૧૦ વર્ષિય પર ૭૦ વર્ષિય વૃધ્ધે નજર બગાડી લલચાવી ફોસલાવી શારીરિક અડપલા કરતા ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે બાળકીના વાલીએ આરોપી માદેવાભાઈ નામેરીભાઈ નામના વૃધ્ધે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી. અંજારની ગાયત્રી સોસાયટીની મેઘપર(બો) તરફ જતા માર્ગ પર આવતી ગોકુલનગર સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખાવડામાંથી ૭ પત્તાપ્રેમી ઝડપાયા

ભુજ : તાલુકાના ખાવડા નજીક આવેલા તળાવની બાજુમાં બાવળની ઝાડીમાં પત્તા વડે તીનપત્તીનો જુગાર ખેલતા ૭ શખ્સો ઝડપાયા હતા. પોલીસની કાર્યવાહીમાં પબા કારા મારવાડા, જુમા વેલા સમા, ભીલાલ જુસબ સમા, અરવિંદ વેલા કોલી, જાવેદ ગની સુમરા, કયુમ જુણસ સમા અને અનસ વાયદ સમાને ઝડપી પડાયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી ૪રપ૦ની રોકડ અને ૪ મોબાઈલ મળી ૬૩પ૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કુરબઈમાં સર્પ દંસથી વૃદ્ધાનું મોત

ભુજ : તાલુકાના કુરબઈ ગામે રહેતા ૭પ વર્ષિય વૃધ્ધાને સાપ કરડી જતા સારવાર માટે ખસેડાયા હતા. જયા સારવાર કારગત ન નીવડતા દમ તોડ્યો હતો. કુરબઈમાં રહેતા રાજબાઈ જુમાભાઈ કોલીને તેમના ઘેર જ સાપે દંખ માર્યો હતો. હતભાગીને પ્રથમ સારવાર ગઢશીશા આવ્યા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે.માં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.