ક્રાઈમ કોર્નર

જુના કટારિયા પાસે કાર હડફેટે રિક્ષા ચાલકનું મોત

ભચાઉ : સામખિયાળી હાઈવે પર લાકડીયા નજીક સ્વીફટ કારે રિક્ષા ચાલકને ટક્કર મારતા મોત નીપજ્યું હતું. રાપરના સમાવાસમાં રહેતા ૬૧ વર્ષિય વલીમામદ ઓસ્માણ હિંગોરજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કાર ચાલકે તેમના ભાઈ જુમાભાઈની રિક્ષાને હડફેટમાં લેતા તેમના ભાઈને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર વિનોદભાઈને ઈજાઓ થઈ હતી.

નખત્રાણાના પાનેલી નજીક કાર-ટ્રક વચ્ચે ટક્કર

નખત્રાણા : તાલુકાના પાનેલી-હરીપર વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘડુલીના યુવા કોંગ્રેસી નેતાને ઈજાઓ પહોંચી હતી. જીજે. ૧ર. ડીજી. ૯૮૯પ નંબરની કારમાં આવતા કોંગી આગેવાન હુશેન રાયમાની કાર સામેથી આવતી જીજે. ૦૭. ઝેડ. ૮૧૮પ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

મોટી ચીરઈમાંથી ૬પ હજારનો દારૂ ઝડપાયો

ગાંધીધામ : ભચાઉ તાલુકાના મોટી ચીરઈમાં એલસીબીએ દરોડો પાડીને ૬પ હજારનો શરાબ ઝડપ્યો હતો. મોટી ચીરઈમાં રહેતા શિવભદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા પોતાના કબ્જાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેંચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે રૂા.૬પ,૬રપનો દારૂ ઝડપ્યો હતો. જોકે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

કૂંજીસરની વાડીમાંથી બાઈક ચોરાયું

ભચાઉ : તાલુકાના કૂંજીસર ગામની વાડીમાં પાર્ક કરાયેલું રૂા.રપ હજારનું બાઈક ચોરાતા ગુનો નોંધાયો હતો. બનાવને પગલે ભરતભાઈ ભચાભાઈ માતા દ્વારા બાઈક ચોરાયા અંગેની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ હતી. જેને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અંજારમાં યુવાન પર લોખંડના પાઈપ વડે હુમલો

અંજાર : શહેરના એકતાનગરમાં રહેતા ર૪ વર્ષિય કાસમશા અલીશા શેખની ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યું હતું કે, આરોપી જેનુ ઉર્ફે પટ્ટો અને તેની સાથેના ભાણેજ તરીકે સંબોધતા એક શખ્સે મળીને ફરિયાદીને માર માર્યો હતો. આરોપી દ્વારા તેણે લીધેલ રૂપિયા કયારે પરત આપશે તેવું જણાવીને માર માર્યો હતો.

પિતાએ રૂપિયા ઉધાર લીધા પુત્રને પડ્યો માર

ગાંધીધામ : અહીંની એફસીઆઈ કોલોનીમાં રહેતા રપ વર્ષિય રાહુલ ઉર્ફે ગોમદો રાજેશ ધેડાએ ફરિયાદ નોંધાવી હતી. બીનાદેવી નામની મહિલાએ ફરિયાદીના પિતાની પૂચ્છા કરીને ઉધાર લીધેલા નાણાની માંગણી કરી હતી. જેમાં ફરિયાદી સાથે બોલાચાલી થતા મહિલા અને તેના પતિએ લાકડાના ધોકા અને લોખંડના ધોકા અને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.

ભુજમાં જુગાર રમતા હોવાની વાત કરાતા યુવાનને માર મારાયો

ભુજ : શહેરના નાગનાથ મંદિર પાસે યુવાનને માર મારાયો હતો. જે અંગે જય ગીરીશભાઈ જોષીએ મનીષ હરીલાલ રાજગોર, હિતેશ જોગી, મીત ઉર્ફે ભુદેવ રાજગોર, અક્ષય જોષી, કૌશિક પ્રકાશભાઈ રાજગોર, દિવ્ય રાજગોર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી પોતાના ઘર પાસે રોડ પર ઉભો હતો ત્યારે આરોપી મનીષે આવીને કહ્યું હતું કેે, તૂ અમારી જુગાર રમવાની વાતો અન્યોને કેમ કરે છે તેવું કહીને માર માર્યો હતો.
ોત