ક્રાઈમ કોર્નર

નલિયા-તેરા રોડ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર ચાલકનું મોત

નલિયા : અબડાસા તાલુકાના નલિયા-તેરા માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એકનું મોત નિપજ્યું હતું. નલિયા-તેરા રોડ ઉપર જીવલેણ અકસ્માત થયો હતો. જીજે૧ર-સીડી-ર૧૮૪ નંબરની કાર લઈને જઈ રહેલા ગાંધીધામના નેણશીભાઈ વાલજી મહેશ્વરી (ઉ.વ. પ૮)ની કાર સાથે ટ્રક અથડાઈ હતી. ગંભીર ઈજાઓ પામેલા કારના આ ચાલકને સારવાર માટે ભુજ ખસેડાયો હતો ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ચાલક નાસી ગયો હતો. તેવું મૃતકના પુત્ર અમીતે પોલીસ સમક્ષ પ્રાથમિક કેફીયતમાં લખાવ્યું હતું.

ગાંધીધામની સુંદરપુરીના બંધ મકાનમાંથી દારૂ પકડાયો

ગાંધીધામ : શહેરની જુની સુંદરપુરી વિસ્તારમાં બંધ મકાનની પાછળ ચાલીમાંથી પોલીસે રૂા.૩ર૦૦નો દારૂ કબજે લીધો હતો. શહેરની સુંદરપુરીમાં ભોજાભાઈ ઉમરભાઈ સંઘારનો સ્વર્ગવાસ ઘણા સમયથી આ મકાન બંક હાલતમાં છે. જેમાં શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાની બાતમીના આધારે અંગ્રેજી દારૂની બોટલ નં.૪ રૂા.૧૪૦૦ તથા બિયરના ટીમ કિંમત રૂા.૧૮૦૦ સાથે કુલ રૂા.૩ર૦૦નો દારૂ કબજે લીધો હતો. આ દારૂના પ્રકરણમાં સામેલ આરોપી વિજય શિવજી સંઘાર પોલીસ પડકથી દૂર રહ્યો હતો.

અંજારમાં ભૂતકાળમાં પકડાયેલા બાયોડીઝલ મુદ્દે ફરિયાદ

અંજાર : અંજાર પંથકમાંથી બાયોડીઝલ મુદ્દે લેવાયેલા નમૂના યોગ્ય ન હોવાના કારણોસર અંજાર મામલતદારે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અંજાર મામલતદાર એ.બી. મંડોરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ભૂતકાળમાં વરસામેડી ગામની સીમમાં તથા વરસાણા-ભીમાસર ધોરીમાર્ગ પર બાયોડીઝલના ટેન્કરમાંથી નમૂના લઈ તેને પૃથકરણ માટે મોકલાવામાં આવ્યા હતા ત્યારબાદ રિપોર્ટમાં નમૂના ધોરણસર ન હોવાથી જયેશ ઉર્ફે જેઠાભાઈ રામજી વરચંદ (વરસામેડી), આનંદભાઈ રસિકલાલ ઠક્કર (ગાંધીધામ) સામે આવશ્યક ચીજવસ્તુ ધારા તળે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મીઠીરોહરમાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર મધ્યે એક શો-રૂમના સુરક્ષાગાર્ડને ત્રણ શખ્સોએ માર માર્યો હતો. મીઠીરોહર પાસે આવેલ મહિન્દ્રા શાંતિનાથ મોર્ટર પ્રા.લી.માં મારામારીનો બનાવ બન્યો હતો. આ શો-રૂમના ચોકીદાર હરિઓમ કિશનસિંઘ ચૌધરી (જાટ) ગેટ ઉપર હતા ત્યારે શામજી આહિર, રાજુ આહિર, એક અજાણ્યા ગાડી બાબતે ચોકીદારને મારમારી ટ્રકથી શો-રૂમનો ગેટ તોડી નાખ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થયા પછી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.