ક્રાંતિતીર્થ માંડવી ખાતે શ્યામજીકૃષ્ણ વર્માની ૯૧મી પુણ્યતિથીની ઉજવણી કરાઇ

શ્રી શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ “ક્રાંતિતીર્થ” ખાતે ભારતના મહાન સપૂત ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ની 91 મી પુણ્યતિથી ની ઉજવણી ભાવપૂર્વક ગરિમાપૂર્ણ રીતે આજ રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવી હતી. આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે RSS (રાષ્ટ્ર સ્વયંસેવક દળ) કચ્છ જિલ્લાના પ્રચારક શ્રી વિવેકભાઈ તડાવિયા, મસ્કા સરપંચ શ્રી કિર્તીભાઇ ગોર, માંડવી તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી શિલ્પાબેન નાથાણી, “ક્રાંતિતીર્થ” ના મેનેજર શ્રી મહેશ ઠક્કર, ક્રાંતિતીર્થ સ્ટાફ તેમજ આવેલ મુલાકાતીઓ એ પુષ્પાંજલિ અર્પિત કરી “શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા અમર રહો” “વંદે માતરમ” તથા “ભારત માતાકી જય” ના નારા લગાવી સમગ્ર “ક્રાંતિતીર્થ” ને ગજવી મુક્યું હતું.