‘કોવીશીલ્ડર’ રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધા બાદ ૧૨ થી ૧૬ અઠવાડિયે લેવા ભલામણ

કોવીન પોર્ટલ  પ્રથમ ડોઝ કોવીશીલ્‍ડ લેનાર લાભાર્થીના બીજા ડોઝની એન્‍ટ્રી ૮૪ દિવસ  બાદ જ લઈ શકશે.

કોવીડ-૧૯ સામેની લડાઈમાં રસીકરણ એ ખુબ જ અગત્‍યનું પાસું છે. ભારત સરકારશ્રી દ્વારા ૧૬ જાન્‍યુઆરી-૨૦૨૧ થી બે સ્‍વદેશી બનાવટની રસી કોવીશીલ્‍ડ તેમજ કોવેકસીન દ્વારા રસીકરણ ચાલુ કરવામાં આવેલ છે. કોવીશીલ્‍ડ રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધા ના ૧૨ થી ૧૬ અઠવાડિયા બાદ આપવામાં આવે તો રસી વધુ અસરકારક પુરવાર થતી હોઈ તેવું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ માં પુરવાર થયેલ હોઈ ભારત સરકારશ્રી દ્વારા બીજો ડોઝ ‘કોવીશીલ્‍ડ’ ૧૨ થી ૧૬ અઠવાડિયે  લેવા ભલામણ   કરવામાં આવેલ છે . કોવિન પોર્ટલ પર જરૂરી ફેરફાર કરી પ્રથમ ડોઝ કોવીશીલ્‍ડ લેનારનું બીજા ડોઝ માટે નુ શીડયુઅલ ૮૪ દિવસ   બાદ કરવામાં આવશે . જેથી કોવીન પોર્ટલ  પ્રથમ ડોઝ કોવીશીલ્‍ડ લેનાર લાભાર્થીના બીજા ડોઝની એન્‍ટ્રી ૮૪ દિવસ  બાદ જ લઈ શકશે.  માટે જે લાભાર્થીઓએ કોવીશીલ્‍ડ નો પ્રથમ ડોઝ લઈ લીધેલ છે તેઓએ બીજો ડોઝ કોવીશીલ્‍ડ નો લેવા વેકસીન સાઈટ પર પ્રથમ ડોઝ લીધા બાદ ૧૨ થી ૧૬ અઠવાડિયા દરમિયાન  આવવા મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. જનક માઢક આરોગ્‍ય વિભાગ, જી. પં. કચ્‍છ દ્વારા જણાવવામાં આવે છે.