કોવીડવેકિસનને હાકારો એજ મહામારીને ખરા ખર્થમાં જાકારો – નરેન્દ્રભાઇ પારેખ

રાજયમાં કોરોના ફરી ઉથલો મારી રહયો છે ત્યારે કોરોના વેકિસનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે કચ્છના ભુજમાં પણ કોવીડ વેકસીનેશન માટે લોકો ઉત્સાહ બતાવી રહયા છે.શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજ ખાતે વેકિસનનો પ્રથમ ડોઝ લેતા ૫૬ વર્ષિય નરેન્દ્રભાઇ પારેખ જણાવે છે કે આ મહામારીને જાકારો આપવા માટે વેકિસન લેવી અત્યંત જરૂરી છે. ખોટા ડર અને અફવાઓથી દુર રહીને વેકિસનની અસરકારકતા વિશે સમજણ હોવી અત્યંત જરૂરીછે. પરિવાર તેમજ સમાજના શિક્ષિત લોકો અન્યને વધુને વધુ પ્રોત્સાહિત કરે તો વેકિસનેશનની ગતિ હજુ વધુ ઝડપી બની શકે. તેવું કહી એડવોકેટ નરેન્દ્રભાઇ પારેખ જાહેર જનતાને પણ વેકિસન લેવા અનુરોધ કરે છે.