કોવિડ રસીના પ્રથમ ડોઝ બાકી હોય તેવા ૪પ વર્ષથી વધારે વય જુથ માટે કોવિડ રસીકરણ

કોવિડ-૧૯ ને નાથવા માટે સરકારશ્રીના મહતમ પ્રયત્‍નો પૈકી અગત્‍યનું પગલું એ રસીકરણ છે. આથી સમાજની તમામ સરકારી કચેરી, સામાજીક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ કે અન્‍ય ગ્રુપને રસીકરણમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે કે કોવિડ રસીના પ્રથમ ડોઝ બાકી હોય તેવા ૪પ વર્ષથી ઉપર વય જુથની તમામ વ્‍યકિતઓ કે જે દશકના ગુણાંકમાં માંગણી કરશે તેના ઘરની નજીક ડોર સ્‍ટેપ સેશનનું આયોજન કરી આપીશું  જેમાં કોઈ એક જગ્‍યાએ એકત્રિત થશે અને રસીકરણ માટે તૈયાર થશે તો સરકારશ્રીની આરોગ્‍ય ટીમ દ્વારા જે તે જગ્‍યાએ જઈને રસીકરણ કરી આપવામાં આવશે પરંતુ દશ કરતાં એક પણ સંખ્‍યા ઓછી હશે તો રસીકરણની કામગીરી કરવામાં આવશે નહિ અને ટીમ પરત આવી જાશે માટે વિશ્વ મહામારીને નાથવા તમામ સંસ્‍થાઓ આ રસીકરણના કાર્યક્રમમાં સહકાર આપે તથા દશના ગુણાંકમાં લોકો એકત્ર કરી રસી અપાવવા તૈયાર કરવા આહવાન કરવામાં આવે છે. જેનાથી કિંમતી રસીનો બગાડ થતો અટકાવી શકાય. જે સંસ્‍થા દ્વારા આ સંખ્‍યા નકકી થયા પછી સમય અને સ્‍થળ માટે આપના તાલુકાના તાલુકા હેલ્‍થ ઓફિસરશ્રી સાથે સંપર્ક કરવા મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી  ડો. માઢક દ્વારા જણાવાયું  છે.