કોરોના હારશે-ગુજરાત જીતશે : સીએમ

image description

રાજયના સંવેદનશીલ સીએમ વિજયભાઈ રૂપાણીએ આરોગ્યકર્મીઓ ડોકટર્સ-નર્સ-મેડીકલ સ્ટાફ અને પેરામેડકીલ સ્ટાફને કોટિકોટિ વંદન કરી રાજયની જનતા વતીથી પાઠવ્યા ધન્યવાદ

ગાંધીનગર : ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. સરકારના તમામ પ્રયાસો બાદ પણ કોરોનાના સંક્રમિત કેસો સતત વધી રહ્યા છે, મૃતકાંક પણ રોજબરોજ વકરી રહ્યો છે અને તાજેતરમા જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સરકારને ફટકાર લગાવવામા આવી હતી તે દરમ્યાન જ આજ રોજ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સોશ્યલ મીડીયાથી ગુજરાતને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મહામારી સામેની આ માનવતાની લડાઈમાં સૌથી મોટુ યોગદાન ડોકટર-નર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફનો છે. મુખ્યપ્રધાને આ તમામનો ધન્યવાદ વ્યકત કર્યો હતો. તેઓએ આ તમામને કોટિ કોટિ વંદન કર્યા હતા. રૂપાણીજીએ કહયુ હતુ કે, કોરોના વોરિયર્સ થકી ગુજરાત આ લડાઈ લડી રહ્યુ છે. એક વર્ષ પહેલા જયારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારે જાનની બાજી લડાવીને આ સૌ વોરિયર્સ બીજાની સેવા કરી રહ્યા છે. કર્તવ્ય પાલન માટે પરીવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા આરોગ્યકર્મીઓ કરી રહ્યા છે. જેમા મેડીકલ સ્ટાફે પોતાના જીવ ગુમાવ્યા છે. આ બલિદાનને ગુજરાત કયારે નહી ભુલે. આ રાજય સદાય તમારો ઋણી રહેશે. આજે સ્થિતિ કઠીન છે. કોરોનાના કેસો વધ્યા છે. ફરીથી આ ગુજરાત રાજય ફરીથી આપની સામે ઈશ્વરની જેમ વિશ્વાસ રાખી અને આશભર્યા મીટ આરોગ્યકર્મીઓ પર માંડી બેઠો છે. હુ આપની મનોદશા સમજી શકુ છુ. મે આપનો સંઘર્ષ ખુબ નજીકથી જોયો છે. કોઈ પણ પ્રકારના વિરામ વિના, થાકયા વિના આપ કામ કરી રહ્યા છે. પાછલા એક વર્ષથી આપ સામાન્ય જીવન નથી જીવી શકયા, તમે જે કરો છો તે તપસ્યા સમાન છે. પણ હું જાણુ છુ કે, આ લડાઈ લાંબી છે. અંતમાં તો તમે પણ મનુષ્ય છો. આટલી લાંબી લડાઈ બાદ થકાવત આવી જાય અને નિરાશા લાગે તે સ્વાભાવિક છે. આ કોરોના કયારે હટશે? પણ હુ આજે તમને ગુજરાતની જનતા વતી થોડી આશા-હિમંત આપવા આવ્યો છે. ગુજરાતની સાડા છ કરોડની જતતા તમારી સાથે છે. આપણે કોરોના સામેની લડાઈ જીવતાની નજીક છીએ. આપણી પાસે હવે વેકસિનનો અમોઘ શસ્ત્ર પણ છે. વેકસીનેશન થકી આ મહામારીમાથી આપણે બહાર નીકળી શકીશુ. અંધેરા છટેગા, સુરેજ નીકલેગા અને કોરોના રૂપી અંધારૂ દુર થશે અને આપણે આપણુ નવુ જીવન પરત જ મળશે ત્યા સુધી દરેકની આશા તમારા પર છે. વર્તમાન સ્થીતીએ આપણે હતાશ થવાની જરૂરી નથી, સૌ એક થઈને લડીએ જીત માનવતાની જરૂર થશે. પરસેવો એ પ્રભુની સેવા સમાન છો. કોરોના હારશે ગુજરાત જીતશે તેમા કોઈ શંકા નથી તેમ વિજયભાઈએ જણાવી અને આરોગ્યકર્મીઓનો આભાર માન્યો છે.

સીએમ આજે કચ્છ સહિત સાત જિલ્લાના આઈએમએ સાથે સંવાદ કરશે
ગાંધીનગરઃ રાજ્યમાં વધતા જતા કોરોના ના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ સહિત સાત જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના હોદ્દેદારો સાથે સંવાદ કરશે. આજે સાંજે ૪.૦૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી ગુજરાતના વિવિધ શહેરોના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે કોરોના નિયંત્રણ અંગે સંવાદ યોજશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે તા. ૧૬ એપ્રિલે સાંજે ૪.૦૦ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે કોરોના નિયંત્રણ સંદર્ભે ગાંધીનગરથી સંવાદ કરશે.