કોરોના સામે SMS છે અમોઘશસ્ત્ર : સીએમ

image description

ગુજરાતમાં કોરોનાને ડામવા માટે મુખ્યપ્રધાન વિજયભાઈએ કહ્યુ કે, સરકાર તમામ મોરચે છે સક્રીય, હવે લોકો સોશ્યલ ડીસ્ટનશીંગ, માસ્ક અને સેનેટાઈઝેશન તથા વેકસિનેશનને સ્વયં ભુ અનુસરે

સંવેદનશીલ સીએમ વિજયભાઈએ કોરોના સામે સરકારે કરેલી કાર્યવાહી વર્ણવી

પાટીલના ઈન્જેકશન વિતરણ મુદ્દે કાગરોળ મચાવનાર કોંગ્રેસને વિજયભાઈએ લીધા આડેહાથ : પાટીલની ભાવના સેવાની હતી, ન માત્ર ઈન્જેકશન બલ્કે આજે લાકડા પણ પાટીલે સેવાભાવે મફતમાં મોકલ્યા છે, કોગ્રેસીએ કયાં કરી આવી સેવા? આપે જવાબ..?

ગાંધીનગર : કોરોનાની મહામારી કલ્પના બહારના પીક સાથે હાહાકાર મચાવી રહી છે ત્યારે આજ રોજ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યુ હતુ કે, એસએમએસ અને લોકજાગૃતી જ કોરોનાને હરાવવા માટે કારગત નિવડી શકે તેમ છે. સોશ્યલ ડીસ્ટનશીગ, માસ્ક અને સેનેટાઇઝેશનની કામગીર સ્વયં ભુ લોકો અનુસરે તે ખુબજ જરૂરી છે. વિજયભાઈએ કહ્યુ કે, મહામારી કેટલી ભયંકર છે તે હવે આપણે સમજાય છે? દરેક મહામારી વખતે માળખા મર્યાદીત હોય છે. આવા સમયે સરકારે ઘણી બધી મહેનત કરવી પડે છે. રૂપાણીએ કહ્યુ કે, મને જણાવતા હર્ષ થાય છે કે, છેલ્લા એક વર્ષથી આખી સરકાર મારા લગભગ દોઢ લાખ હેલ્થના તબીબ, નર્સ, હેલ્થ વર્કર દીવસ રાત જોયા વિના સતત લડી રહ્યા છે. ઘણા તબીબો ત્રણ ત્રણ દીવસ સુધી સુતા નથી અને લોકસેવા કરી રહ્યા છે. હવે આ અટકાવવું બાહ્ય સાધનો નથી. બે જ વસ્તુ કોરોનાને અટકાવી શકે તેમ છે. સોશ્યલ ડીસ્ટનશીગ અને માસ્ક, બીજુ છે વેકસીનેશન. સીએમ દ્વારા કહેવાયુ હતુ કે, એસએમએસ જ કોરોનાને ડામવા અમોઘશસ્ત્ર છે. ગુજરાતમાં એક કરોડનો ડોજ વેકસીનનો આપણે વટાવી ગયા છે. ગુજરાત વેકસીન આપવામાં આજે નંબર વન છે. બીજુ છે કે, સંક્રમિત થયેલા લોકોને ઝડપથી સારવાર મળતી થાય. હવે જયારે આટલા બધા કેસો આવતા હોય ત્યારે હોસ્પિટલ બેડની પણ મર્યાદા છે. જેનુ ઓકસિજન લેવલ ઘટી જાય તેને જ હોસ્પિટલમાં દાખલ કરો. હોસ્પિટલમાં પ્રાયોરીટી મુજબ સિરિયસ દર્દીઓને સારવાર અપાય છે. છેલ્લા ર૦દિવસમાં ગુજરાત સરકારે સમાજના લોકોની મદદથી કોરોનાને ડામવાની દીશામાં જહેમત ઉઠાવી રહી છે. ૧પ માર્ચ સુધી કોરોનાના ગુજરાતમા ૪૧ હજાર બેડ હતા. જે વધારીને હાલમા કોરાનાના ૭૧ હજારથી વધુ બેડ છે.આવનારા દસ દીવસમા ગુજરાતમાં ૮૦૦૦ બેડ ઉભા કરવાની વ્યવસ્થાઓ ગુજરાત સરકાર કરી રહી છે. કોરોના અનપ્રિડેકટેબલ છે. એક-બે અને હજુ પણ આ કોરોનાની લહેર કયા જઈને અટકશે..? તે કોણ કહી શકે છે? સરકાર કયાંય ગાફેલ કે બેદરકાર નથી રહી. દરરોજ સાંજે છ વાગ્યે સરકારનું કોરગ્રુપ મળે છે અને સાંપ્રત પગલાઓ તાબડતોડ લઈ રહ્યા છે. કોરોનાનુ પીક અતિ ઝડપથી અને કલ્પના બહારથી થાય છે. જાન્યુઆરીમાં ૧૮ હજાર ઈન્જેકશનો હતા, ફેબ્રુઆરીમા ૪પ હજાર અને માર્ચમા દોઢલાખ જે એપ્રીલમાં ૧પ સુધી ૪ લાખ રેમડેશીવર ઈન્જેકશનોનો ઉપયોગ થયો છે. તેનો અર્થ આવા ઈન્જેકશન બનાવનારી ભારતમાં છથી સાત જ કંપની છે. ટોસીલુજેબામ સ્વીત્જલેન્ડની એક જ કંપની બનાવતી હતી જે ગત વરસે ચર્ચાસ્પદ રહ્યો તેની સામે રેમડેસીવર છથી સાત કંપની ભારતની જ બનાવે છે. પણ આ ઈન્જેકશોની એકસપાયરી પણ ખુબ જ ઓછી છે. ર૦ દીવસ ઈન્જેકશનને બનતા લાગે છે. તેની પ્રક્રીયા લંબાણભરી છે. છતાં પણ ડીમાન્ડ વધી એટલે ગુજરાતમાં જરૂરીયાત મુજબનો ઓર્ડર અપાઈ ગયો છે. વિજયભાઈ દ્વારા પાટીલના રેમડેસીવર ઈન્જેકશનના વિવાદ બાબતે કહ્યુ કે, તેઓ પોતાના સોર્સથી મેળવ્યા હશે, અને આ ઈન્જેકશનો સંગ્રહ્યા નથી, કાળા બજારી નથી, નિશુલ્ક લોકોને ઉપલબ્ધ કરાવ્યા છે, સામે પક્ષે કોંગ્રેસે આ વિષયને રાજકીય ઈસ્યુ બનાવી દીધો. હકીકતમાં હાલના સંજોગોમાં સૌ કોઈ મહામારીને અટકાવવા આગળ આવે તે જ પ્રાથમિકતા છે.

લોકડાઉન મુદ્દે રૂપાણીનું મોટું નિવેદન

ગાંધીનગર : સીએમ રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન બાબતે આજ રોજ ફરી નિવેદન આપતા કહ્યુ હતુ કે, લોકડાઉન બાબતે અમે ઘણી ચર્ચા કરી છે, મહારાષ્ટ્રે ઘણી કડકાઈ કરી છે પણ લોકડાઉન નથી કર્યુ, લોકડાઉનથી કેસો ઓછા નહી થાય તે મત દેશભરમાં પ્રવર્તી રહ્યો છે, ભીડ ઓછી થાય તેના પર ભાર આપવાની જરૂરી છે, આપણે રાત્રીકફર્યુ લગાવ્યો, મોલ, શાળા, જીમ, બાગ-બગીચા બંધ, કચેરીઓમાં પણ પ૦ ટકા કર્મચારીઓ આવે, શનિ-રવિ સરકારી કચેરીઓ બંધ રહેવી જોઈએ, આપણે બને તેટલા પ્રતિબંધો લાદી રહ્યા છીએ.ભુતકાળમાં લોકડાઉન વખતે આપણે જોયુ હતુ કે લોકો ખુબ હિજરત કરવા મંડી પડયા હતા, પ૦૦ કીમી દુર રહેતો વ્યકિત ચાલીને હિજરત કરવા મંડી પડયો હતો. રોજનુ કરીને રોજનુ ગાય છે તેને પણ તકલીફ ન પડે તે માટે દેશ આખામાં કયાય લોકડાઉન નથી. દિલ્હીની ર કરોડની વસ્તી છે, ગુજરાત સાડા છ કરોડની વસ્તી અને સાત હજાર કેસ છે તોય દિલ્હીમા રાત્રી કફર્યુ છે. લોકડાઉનથી કોરોના કાબુમાં ન આવે તેમ શ્રી રૂપાણીએ કહી અને ગુજરાતમાં લોકડાઉન તો નહી જ લાગે તેમ જણાવ્યુ હતુ.

કચ્છને વધુ ૧૦૦૦ રેમડેસિવર ફાળવાશે :કેબીનેટમાં ચર્ચા બાદ લેવાયા નિર્ણય

ઓકસિજનની અછતને નિવારવા વડોદરાથી રો મટીરીયલ્સ કચ્છને અપાશે, આરટીપીસીઆર ઝડપી બનાવવા ૧૭ લાખના ખર્ચે નવુ મશીન વસાવાશે : કેબીનેટ બેઠક બાદ વાસણભાઈ આહિરે સીએસ અનિલ મુકિમ સાથે કરી વાત

ગાંધીનગર : આજ રોજ ગુજરાત રાજયની કેબીનેટ બેઠક સવારે મળવા પામી હતી. રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીને જોતા વિવિધ વિષયો પર આજરોજ ચર્ચા વિચારણા કરવામા આવી હતી તે દરમ્યાન જ કચ્છમાં પણ કોરોનાને લઈને સતાવતા પ્રશ્નો બાબતે મંથન થવા પામ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આજ રોજ યોજાયેલી કેબીનેટમાં કચ્છને લઈને થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં અગાઉ પ૦૦ અને તે બાદ ૯૦૦ રેમડેસિવર ઈન્જેકશન કચ્છને ફાળવાયા બાદ વધુ ૧૦૦૦ રેમડેસિવર ઈન્જેકશન કચ્છને ઝડપથી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાઈ ગયો છે. આ બાબતે કચ્છમાં ઓકસિજનની અછતને લઈને ઉઠેલા સવાલો બાબતે પણ ચર્ચા થવા પામી હતી અને સરકારે કચ્છ માટે ઓકસિજનના રો મટીરીયલ્સ વડોદરામાથી મોકલવામા આવશે તે અંગેનો નિર્ણય લેવાયો છે. આ માટે રાજયમંત્રી વાણસભાઈ આહિરે પણ સીએમ શ્રી મુકિમની સાથે ટેલીફોનીક વાતચીત કરી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ પણ કચ્છમાં ધીમા થઈ રહ્યા છે ત્યારે વધુ એક નવુ મશીન ૧૭ લાખના ખર્ચે વસાવવામા આવે તેવો નિર્ણય પણ કચ્છના હિતમાં લેવાયો છે.

સીએમ વિજયભાઈની મુલાકાતના મુખ્ય અંશ

• કોરોનાની ચેઈન તોડવા બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ
• ભીડ એકત્રિત ન થાય, માસ્ક ફરજિયાત
• ૭ દીવસમાં રેમડેસિવરની અછત નિવારી દેવાશે
• પાટીલે સેવાભાવના સાથે ઈન્જેકશનો વિતરણ કર્યા
• ઈન્જેકશનો સંગ્રહ કરાય તો કાળાબજારી કહેવાય
• ધો.૧૦-૧ર બોર્ડની પરીક્ષાઓનો ટુંકમા લેવાશે નિર્ણય
• ૧થી ૦૯ સુધી માસ પ્રમોશન અંગે સરકાર વિચારી રહી છે
• કોંગ્રેસ કોરોનામાં પણ રાજનીતીમાં જ વ્યસ્ત છે