કોરોના વેકિસન લઇને ખુદની તેમજ સ્વજનોની સુરક્ષા સુનિશ્ચિત કરીએ – મહેશ્વરી દંપતિ

ભુજની છઠ્ઠીબારી સ્થિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહેશ્વરી દંપતિએ વેકિસનનો પ્રથમ ડોઝ લઇને ખુદની તેમજ સ્વજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.પ્રવર્તમાન સમયમાં કોરોનાની ગાઇડલાઇન ઉપરાંત વેકિસન પણ કોરોનાને નાથવા ખુબ જ જરૂરી છે તેવું ભુજના ૬૦ વર્ષિય લધુભાઇ મહેશ્વરી જણાવે છે. વધુમાં કોરોના વેકિસન સલામત અને સુરક્ષિત છે. તેવું તેમનું કહેવું છે. તેમની સાથે તેમના ધર્મપત્નિ નાનબાઇ મહેશ્વરી પણ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો અને અન્ય લોકોને અનુરોધ કરતા તેઓ જણાવે છે કે, વેકિસન લેતી વખતે અને ત્યારબાદ પણ કોઇ આડઅસર થઇ નથી જેથી દરેક લોકોએ વેકિસન લેવી જ જોઇએ અને પરિવારજનોને પણ વેકિસન લેવા પ્રોત્સાહિત કરવા જોઇએ.