(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દેશ કોરોનાની વેક્સીનની કમી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ઘોર બેદરકારીના એક મામલામાં મધ્યપ્રદેશના નરસિંહપુર પાસે વેક્સીનના ડોઝ ભરેલી એક ટ્રક બીનવારસી હાલતમાં મળી છે.જેના પગલે સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.વેક્સીનનુ કન્ટેનર લઈ જઈ રહેલી ટ્રક રસ્તાની બાજુમાં પાર્ક થયેલી હતી.આ ટ્રકમાં કોવેક્સિનના અઢી લાખ ડોઝ હતા.આ ટ્રકનો ડ્રાઈવર ગાયબ હતો.એક તરફ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે રસીના ડોઝ માટે તકરાર ચાલી રહી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં રસીના ડોઝ ક્યાં જઈ રહ્યા હતા તે પણ એક સવાલ છે.
દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી છે.પોલીસને સૂચના મળી હતી કે, ટ્રક બીનવારસી હાલતમાં પડેલી છે.પોલીસે ટ્રકના કાગળ ચેક કરતા ટ્રક દિલ્હીની હોવાનુ અને આ ટ્રક રસીના ૨.૪૦ લાખ ડોઝ લઈને હૈદ્રાબાદથી પંજાબ જઈ રહી હતી.જોકે ડ્રાઈવરનો મોબાઈલ મળ્યો છે પણ ડ્રાઈવરનો પતો નથી.લાવારિસ હાલતમાં મળેલા આ ટ્રકે સંખ્યાબંધ સવાલો ઉભા કર્યા છે.