કોરોના રસીકરણ મુદ્દે કચ્છમાં ચલકચલાણા અટકાવવો : ખાનગી તબીબ-હોસ્પિટલને મફત વેકસિનની સેવા આપો

Close up of Covid-19 vaccine - vials and syringe. Glass bottles on a reflective surface
  • સ્થાનિક રાજકારણીઓ સરકાર તબક્કે કેમ ન દોરે ધ્યાન.!

હકીકતમાં સરકારે જે ખાનગી હોસ્પિટલો રસીકરણની સેવા કરવા તત્પર છે તેઓને પ્રાથમિકતાના ધોરણે રસીકરણ માટેની આપવી જોઈએ જવાબદારી : મફતમાં આવી હોસ્પિટલ-ખાનગી તબીબોને આપવી જોઈએ રસી : દર્દીઓ કે જેઓને અન્ય ગંભીર બીમારીઓ છે તેઓ પણ પોતાના જ ફેમીલી ખાનગી ડોકટરના માર્ગદર્શન સાથે તેની જ હેાસ્પિટલમાં જઈને રસી લગાવવી માનશે વધુ સુરક્ષિત

ગાંધીધામ : કોરોનાની મહામારીને નાથવા માટે એકમાત્ર સચોટ કવચ સાવચેતી અને તેની સાથે વેકસીનને ગણાવવામા આવી રહી છે. વેકસીનને વધુને વુધ લોકભોગ્ય બનાવવાની દીશામાં સરકાર દ્વારા અનેકવીધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે કોરોના સામેના એકમાત્ર કવચ સ્વદેશી રસીકરણ અભિયાનને સરકાર દ્વારા વેગવાન બનાવી દેવામા આવ્યુ છે. ફ્ન્ટ્રલાઈન કોરોના વોરિયર્સ, ૪પથી૬૦વર્ષ સુધીનાઓ બાદ હવે ઠેર ઠેર સંસ્થાઓને રસીકરણ માટે સામાજિક જવાબદારી સોપી દીધી છે. આવા સમયે હકીકતમાં તો સરકાર અને સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા પણ સમીક્ષાઓ કરવાની જરૂર છે કે, શું સામાજિક સંસ્થાઓ રસીકરણ કેમ્પો યોજી રહી છે તે તમામ આ કાર્ય માટે સક્ષમ છે ખરી?સરકાર કોરોનાની લડાઈની સામે લોકભાગીદારીની મદદ મેળવી રહી છે અને આ મહાન અને ભગીરથ કાર્યમાં સંસ્થાઓ જોડાઈ રહી છે તે સૌને પણ આવકારવી જ ઘટે તેમ છે. પરંતુ કેટલીક સંસ્થાઓમાં તો માત્ર અને માત્ર હરખપદુડાવેળા જ થતી હોય તેવી સ્થિતી જોવાતી હોવાનો કચવાટ સર્જાય છે. કેટલીક સંસ્થાઓમાં તો જાણે કે, ખુદ તસ્વીરી લીંબડજશ ખાટવા મથતા હોય તેમ અસુવિધાઓની ભરમાર, મેડીકલનિષ્ણાંત ડોકટર સહિતનાઓનો અભાવ, સામે આવતો જોવાતો રહે છે. અહી કહેવુ ઘટે કે તમામે તમામમાં નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ કરવા ન બની શકે સંભવ, માત્ર નર્સીંગ સ્ટાફથી કેટલીક સંસ્થાઓમાં અપાતી રસીકરણની કામગીરી સર્જી શકે છે મોટી સમસ્યા તે ન ભુલવુ ન જોઈએ. ન કરે નારાયણ અને જો રસીની કોઈ મોટી આડઅસર કોઈને વર્તાઈ..તો નર્સીંગ સ્ટાફ તેને હેન્ડલ કરવા કેટલી કહી શકાય સક્ષમ? આવામાં હકીકતે કચ્છની ખાનગી હોસ્પિટલો અને તબીબો જે કોઈ રસીકરણ માટેની કામગીરી કરવા તૈયાર છે તેઓને રસીના જથ્થા મફતમા ંપુરા પાડવા જોઈએ. આમેય સંસ્થાઓને પણ સરકાર મફતમાં જ રસી ઉપબલ્ધ કરે છે. જો ખાનગી હોસ્પિટલમાં રસી આપવામા આવશે તો ત્યાં તબીબ ચોકકસથી હાજર રહેશે. કોઈને પણ કદાચ રસીની કોઈ આડઅસર વધારે થઈ ગઈ તો ત્વિરત તબીબની મદદ તેમને મળી શકશે. આ ઉપરાંત ગંભીર બીમારીઓ ધરાવનારા અને તેની સારવાર-દવાઓ ખુદના ફેમીલી ડોકટરથી કરનારા દર્દીઓને પણ આવા ખુદના જ તબીબ પાસે રસી લેવી વધુ સગવળતાભરી બની રહે તેમ છે. આ સ્થિતીને ધ્યાને જોતા હકીકતમાં સ્થાનિક રાજકારણીઓએ આ બાબતે સરકાર તબક્કે ધ્યાન દોરવુ જોઈએ અને જરૂરી વ્યવસ્થાઓ કરાવી જોઈએ. બીજીતરફ અમુક સંસ્થાઓ વાળા તો માત્ર અને માત્ર પોતાના ફોટા-તસવીરો માધ્યમોમાં પ્રસિદ્ધ કરાવીને સસ્તીપ્રસિદ્ધીઓ જ મેળવી લેવાના આદરી રહી છે ગતકડાં આ ફોટા પડાવવા વાળાનો શોખ તો જુઓ..કોરોનાનો પણ તેઓને ભય નથી…રોજ સવાર પડેને પુછતા ફરે છે કે, આજે રસીકરણ કેમ્પનો પ્રેાગ્રામ કયા રાખ્યો છે..? આવા હરખપદુડા તો દીવસભરમાં અલગ અલગ રસીકરણના કેમ્પોમાં જઈને ફોડા પડાવતા ડોકાઈ જ જતા હોય છે…! જે કોરોનાને અટકાવાવના બદલે વકરાવવાની દીશામાં બળ આપનારા બની રહે તેમ છે.