કોરોના મુદ્દે કચ્છને ખુટતી કડી મળી

  • આઈએએસ જે.પી.ગુપ્તાનો કચ્છમાં પડાવ ઃકોરોના સુવિધા-જરૂરીયાતોની સમીક્ષા શરૂ

કચ્છની તાસીર-સમસ્યાઓ-સ્થાનિક સંસ્થા-આગેવાનોથી બરાબરના વાકેફ રહેલા શ્રી ગુપ્તાની કચ્છ મુલાકાતથી કોરોનામાં પણ પડતી સમસ્યાઓનો આવશે અંત ઃ કચ્છને મુશ્કેલીના સમયમાં શ્રી ગુપ્તા સદાય બનતા રહ્યા છે સંકટમોચક ઃ કચ્છના પ્રભારી તરીકે વર્તમાન સમયે સેવારત રહેલા શ્રી ગુપ્તા અગાઉ અહી જ ડીડીઆ પદે યશસ્વી સેવા બજાવી ચૂકેલ છે ઉપરાંત સ્વાઈનફલુના કપરા કાળમાં પણ શ્રી ગુપ્તાનું કચ્છને મળ્યું હતુ સમયસુચકતાભર્યુ માર્ગદર્શન

શ્રી જે.પી. ગુપ્તાએ ભુજના સર્કિટ હાઉસ ખાતે ડીડીઓ-પ્રાંત-આરડીસી, જિલ્લા આરોગ્ય અધિકારી, સીવીલ સર્જન સહિતના અધિકારીઓ સાથે સવારથી જ બંધબારણે મેરેથોન બેઠકોનો શરૂ કરી દીધો દૌર ઃ કોરોનાની વર્તમાન સ્થિતી, તંત્રના એકશન પ્લાન, મેડીકલ સુવિધાઓ સહિતના મામલે મેળવી માહીતીઓ

નિષ્ણાંત ડોકટર્સ, નર્સીંગ સ્ટાફ, મેન પાવર, રેમડેસિવીર માટે અલાયદી વિતરણ વ્યવસ્થા કરવો

પુર્વ કચ્છમાં લીલાશા કોવિદ કેરમાં કચ્છ યુનિ.સમરસ કોવિદ હોસ્પિટલ જેમ જ વિકસાવો માળખુ

રેમડેસિવિર ઈન્જેકશન રામબાગ અથવા ગાંધીધામમાં અન્યત્ર અલગથી જ પૂર્વ કચ્છને મળે તે વ્યવસ્થાઓ થવી જરૂરી ઃ લીલાશા કોવિદ કેરમાં ઓકિસજન છે, રૂમો છે, વિશાળ જગ્યા છે, પણ સ્ટાફ કયાં? વેન્ટીલેટર માટે નિષ્ણાંત તબીબો તથા નર્સીગં સ્ટાફનો સતાવે છે અભાવ..!

લીલાશા કોવિદ કેરમાં સંસ્થાકીય મોરચે ટીમ પંકજભાઈ ઠકકર તથા આશીષભાઈ-રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા થાય છે સરાહનીય સેવા

મામલતદાર, ના.મામલતદારોનો રેમડેસિવીર ઈન્જેકશન વિતરણ માટે કેમ ન થાય ઉપયોગ ?હાલમાં તેઓ પર કામગીરીનું ભારણ છે ઓછું, દર્દીના જરૂરી આધારો ચકાસી સરળતાથી તેઓ કરી શકે છે ઈન્જેકશનનું વિતરણ

ગાંધીધામ ઃ ગુજરાતમાં કોરોનાની નવી લહેર રોજ બરોજ સંક્રમિત કેસોના નવા રેકોર્ડ તોડી રહ્યાની સ્થિતી છે ત્યારે કચ્છમાં પણ કોરોના માજા મુકી રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાને નિયંત્રિત કરવામાં તમામ પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી જ રહ્યા છે દરમ્યાન જ કચ્છમાં બેડની અછત, રેમડેસિવર ઈન્જેકશનોની ઘટ્ટ, ઓકિસજનની મારામારી સહિતના કઈક પ્રશ્નો ઉભા થવા પામી રહ્યા હોવાની સ્થિતી સર્જાઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજરોજ અંતે કચ્છથી હમેશા સંકળાયેલ અને કચ્છને મુશ્કેલીના સમયમાં સમયાંતરે મદદરૂપ થતા આઈએએસ અધિકારી શ્રી જેપી ગુપ્તાને રૂબરૂ મોકલ્યા છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર શ્રી ગુપ્તા આજ રોજ વહેલી સવારે જ કચ્છ પધારી ચૂકયા છે. ભુજના સરકારી ઉમેદભુવન ખાતે તેઓએ સવારથી જ તંત્રના ટોંચના અધિકારીઓ સાથે લંબાણપૂર્વકની મહત્વપૂર્ણ બેઠક યોજી અને કોરોનાન પ્રવર્તમાન સ્થિતીનો તાગ મેળવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે ભુજ સર્કિટ હાઉસ ખાતે શ્રી ગુપ્તાએ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી તથા આર ડી સી શ્રી ઝાલા સાથે બેઠક યોજી અને કચ્છમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતી, કેસોના આંકડાઓ, તંત્ર દ્વારા અમલી બનાવાયેલ પ્લાન સહિતની વિગતો મેળવી અને બેકાબુ બનેલી બીમારીને કાબુમાં લેવા માટે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. અહી નોધવુ ઘટે કે, જે.પી. ગુપ્તા કચ્છથી બરાબરના વાકેફ છે. તેઓ કચ્છમાં જીલ્લા વિકાસ અધિકારી, આ જિલ્લાના પ્રભારી તથા આરોગ્ય ક્ષેત્ર રાજય સરકારનમાં વિશેષ જવાબદારીઓ સંભાળતા હતા તે વેળાએ પણ કચ્છમાં વકરેલા સ્વાઈનફલુના ભરડામાંથી આ જિલ્લાને બહાર લાવવા કચ્છથી તેઓ જ રૂબરૂ થઈ અને આ જિલ્લાને મોટી રાહત આપી છે. વખતોવખત શ્રી ગુપ્તા કચ્છને માટે આવી મહામારી ભરી સ્થિતીમાં સંકટમોચક સમાન ભુમિકા ભજવતા રહ્યા છે. હાલમાં પણ તેઓ કોરોનાની સ્થિતીને વચ્ચે કચ્છ પધારી ચૂકયા છે ત્યારે જરૂરથી હાલની સ્થિતી પણ વધુ સરળ બની રહેશે. તેઓના આવવાથી સંકલન જિલ્લાનુ વધુ સુધરશે, ખુટતી કડીઓ આ જિલ્લાને કોરોના બાબતે મળતી થઈ જશે તેવો આશાવાદ પણ ઉભરતો હાલના તબક્કે જાેવાઈ રહ્યો છે.

માળખાકીય સુવિધાઓને વધુ સુદ્ર બનાવો : શ્રી ગુપ્તાનો અધિકારીઓને આદેશ

(બ્યુરો દ્વારા)ભુજ ઃ કોરોનાની બીજી લહેર કચ્છ માટે ઘાતક સાબિત થઈ હોય તેમ પોઝિટીવ કેસનો આંક સતત ઉંચો જવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જિલ્લામાં દર્દીઓની વધી રહેલી સંખ્યાના પગલે હોસ્પિટલોમાં હાઉસફુલની સ્થિતિ સર્જાઈ છે. સારવાર માટે દાખલ થવા દર્દીઓના સગાઓને રીતસરની રઝળપાટ કરવી પડી રહી છે. કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર બનતી જઈ રહી હોઈ સિનિયર આઈએએસ જે.પી. ગુપ્તા આજે કચ્છ દોડી આવ્યા છે. કચ્છમાં કોરોનાના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા સતત વ્યાયામ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોવિડ સંદર્ભેની કામગીરી અંગે સમીક્ષા કરવા જે. પી. ગુપ્તા આજે ભુજ પહોંચી આવ્યા છે. આજે શ્રી ગુપ્તા ભુજ સર્કીટ હાઉસ મધ્યે પહોંચી આવ્યા હતા. અને અહિં તેવોએ ડીડીઓ, ભુજ પ્રાંત, આરડીસી, સીવીલ સર્જન, જિલ્લા આરોગ્ય અધિકારી, ઓકસિજનના નોડેલ ઓફિસર સહિતનાઓનીસાથે લાંબી બેઠકમાં જરૂરી ચર્ચા પરામર્શ કર્યા બાદ તમામ વ્યવસ્થા અને સુવિધાઓ વધારે સુદ્રઢ બનાવવાની દિશામાં જરૂરી સુચના માર્ગદર્શન સાથેના આદેશો આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છઉદયના અગ્રલેખની ટહેલ ફળી : કચ્છના હિતની માંગ વિજયભાઈએ તત્કાળ સંતોષી

સીએમની કચ્છ ચિંંતા-ત્વરિત નીર્ણય શકિત ફરી ઝળકી ઃઆઈએએસ શ્રી ગુપ્તાને કોરોનાની સ્થિતીથી રૂબરૂ થવા મોકલ્યા કચ્છ

સ્પેશ્યલ ઓફીસર ઓન ડયુટી-આઈએએસની કચ્છમાં કરો નિમણુકની માંગ આ જ માધ્યમથી ૧૭મી એપ્રીલના રોજ કચ્છ પધારેલા સીએમ-ડે.સીએમને અગ્રલેખના માધ્યમથી કોરોનાની સ્થિતીમાં પ્રાથમિકતાના ધોરણે શુ કરવુ જાેઈએ તેની ટહેલ કરી હતી જે બાદ આજ રોજ આઈએએસ શ્રી જે.પી.ગુપ્તા કચ્છના પ્રવાસે પહોચી આવ્યા હોવાથી કચ્છના હિતમાં કચ્છઉદયના અગ્રલેખમા ંકરવામાં આવેલી ટહેલ-કચ્છ હિતની માંગને સંવેદનશીલ સીએમ વિજયભાઈએ વિના વિલંબે સંતોષી દીધી છે અને કચ્છ પ્રેત્યેની સીએમની સંવેદનશીલ લાગણીના પણ વધુ એક વખત દર્શન થવા પામ્યા છે.