કોરોના મહામારી સામેની લડતમાં લાખોંદની બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગના છાત્રો તંત્રની પડખે

ભુજ  કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા હેતુ કચ્છમાં જુદી જુદી જગ્યાએ કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ભુજ તાલુકાના લાખોંદ સ્થિત બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગના ૧પર જેટલા નર્સિંગ છાત્રોએ કોવિડ સહાયક તરીકેની ફરજ બજાવવા તત્પરતા બતાવી છે. રાષ્ટ્ર સેવા માટે બીએમસીબી નર્સિંગ ઈન્સ્ટિટયુટે તત્પરતા બતાવતાં સંસ્થાના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ જણાવ્યું હતું કે, બીએમસીબી નર્સિંગ છાત્રો દેશ માટે ઉપયોગી બની રહ્યા છે, ત્યારે ધન્યતા અનુભવુ છે. વર્ષ ર૦૦૯થી અત્યાર સુધી ઈન્સ્ટિટયુટે પ્રગતિની હરણફાળ ભરી છે. બીએમસીબી ઈન્સ્ટિટયુટ ઓફ નર્સ્િંાગમાં હાલ ૩૩૬ નર્સિંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને ર૦૦૮થી અત્યાર સુધી કુલ પ૮પ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે. અને તેમના ઘણા બધા હાલે કચ્છમાં નર્સિંગ ફિલ્ડમાં સેવા આપી રહ્યા છે. ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી અને પ્રોફેસર કે.વી. પાટીદારે જણાવ્યું હતું કે, કોરોના સંંક્રમિત દર્દીઓ અને તેમના પરિવારજનોની સહાયતા કરીને બીએમસીબી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ કટોકટીકાળમાં સમાજની સાથે રહ્યા છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રોગથી નાગરિકોને બચાવવા સરકારની સાથે બીએમસીબી નર્સિંગ કોલેજના છાત્રો કોરોના વિરૂદ્ધ સરકારના અભિયાનને સફળ બનાવવા નર્સિગ છાત્રો ખડપગે રહીને ફરજ નિભાવે તેવી ખાત્રી કોલેજના પ્રિન્સિપાલ અંબિકા ચંદ્રને આપી હતી.