કોરોના ટેસ્ટના આંકડા એકાએક કયાથી વધ્યા : હાઈકોર્ટનો સરકારને સવાલ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક ચિંતાજનક સપાટી વટાવી રહ્યો છે. રોજ બરેાજ સંક્રમિતોના કેસો વધી રહ્યા છે તે દરમ્યાન જ આજ રોજ કોરોનાની સ્થિતીને લઈને દાખલ કરવામા આવેલી સુઓમોટો પર ફરીથી સુનાવણી હાથ ધરવામા આવી હતી જેમાં હાઈકોર્ટ દ્વારા કેટલાક જરૂરી સુચનો આપવામા આવ્યા છે.આજ રોજ હાઈકોર્ટ દ્વારા કહેવાયુ છે કે, ટેસ્ટીંગનો આંકડો એકાએક જ ગુજરાતમાં આટલો બધો કેવી રીતે વધી ગયો? નવી કેાઈ લેબ ઉભી થવા પામી શકી નથી, લોકોને ટેસ્ટીગ માટે સતત લાઈનોમા ઉભા રહેવુ પડે છે તો પછી આંકડાઓ એકાએક જ કેવી રીતે વધી ગયા? ૧૦૮ એમ્બયુલન્સની સેવા કાર્પોરેશનને આધીન ન હોઈ શકે. હોસ્પિટલની બાર દર્દીઓ માટે કેટલા બેડ ઉપલબ્ધ છે તેના બોર્ડ શા માટે લગાવવામા આવતા નથી? રાજય સરકાર આ બાબતે માહીતીઓ ઉપલબ્ધ કરાવે..તેવી ટકોર હાઈકોર્ટ દ્વારા આજ રોજ કરવામા આવી છે. સરકાર જે નીતી બનાવે તે અનુસાર જ ૧૦૮ સેવાની કામગીરી થવી જોઈએ તેવો આદેશ પણ હાઈકોર્ટ દ્વારા આપવામા આવ્યો છે.