કોરોના કાળમાં શાતા આપતો ઑનલાઇન કાર્યક્રમ

રવિવાર, તા. ૯ મે, ૨૦૨૧ સાંજે ૬.૩૦ કલાકે

એક વરસ લૉકડાઉનમાં પસાર કર્યા બાદ લોકોએ અનલૉકની પૂરી મજા માણી ના માણી ત્યાં બધા ફરી લૉકડાઉનની બેડીઓમાં જકડાઈ ગયા. દરેકને કામધંધા પડી ભાંગવાની ચિંતા સતાવી રહી છે. તો બીજી બાજુ કોરોના એનું વિકરાળ સ્વરૂપ દાખવી રહ્યો છે. રોજેરોજ લાખો લોકો સંક્રમિત થવાના અને હજારો મોતના મુખમાં ધકેલાયા હોવાના સમાચાર સતત ટીવી પર જોવા મળે છે. એટલું ઓછું હોય તેમ સ્મશાનમાં મૃતદેહોની લગેલી લાઇન, ઑક્સિજન – રેમડેસિવિરના કાળાબજારની વાતોને કારણે લોકોની માનસિક સ્થિતિ બગડવા લાગી છે. બીજી બાજુ, કોરોનાની રસી આશાના કિરણની જેમ આવી પણ એને માટે પણ ચાલી રહેલા રાજકારણને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા.
દેશ આખામાં હતાશા-નિરાશા નજરે પડી રહી છે ત્યારે લોકોમાં આશાનો સંચાર કરવા ફિલ્મી ઍક્શન મન મલકે નામનો એક ઑનલાઇન કાર્યક્રમ લઈને આવ્યુ છે. જેમાં દેશ-વિદેશમાં વિખ્યાત મોટિવેશનલ સ્પીકર રોહિત દવે હતાશાભર્યા દિવસોમાં પણ આશાવાદી કેવી રીતે રહી શકાય એ રસાળશૈલીમાં જણાવશે. જ્યારે ભાભીજી ઘર પર હૈમાં પ્રેમ ચૌહાણનું પાત્ર ભજવતા અને કલાકાર અને કૉમેડી કિંગ એવા વિશ્વજીત સોની લૉકડાઉન દરમ્યાન હસવાનું ભૂલી ગયેલા લોકોને ખડખડાટ હસાવશે.કોરોના કાળમાં શાતા આપતો ઑનલાઇન કાર્યક્રમ મન મલકે રવિવાર, તા ૯ મે, ૨૦૨૧ના સાંજે ૬.૩૦ વાગ્યે ગૂગલ મી પર લાઇવ પ્રસારિત થશે. કાર્યક્રમમાં સહભાગી થવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો