કોરોના કાળમાં દાતાઓ અને સંસ્થાઓ કચ્છીઓની સેવામાં આગળ આવે : તારાચંદભાઈ છેડા

દાતાઓ, સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો કચ્છની વહારે આવી સમાજ સેવાના કાર્યમાં સહભાગી બને

ભુજ : કચ્છ જિલ્લો ભયંકર કુદરતી આફતો વચ્ચે હાલમાં ઝઝુમી રહ્યો છે. ફક્ત સરકાર જ આ બધુ કરે અને પહોંચી વળે એ વાતમાં કંઈ જ માલ નથી. અગાઉ પણ જયારે જયારે ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે વાવાઝોડા જેવી કુદરતી આફતો આવી છે, ત્યારે કચ્છ બહાર વસ્તા કચ્છના દાનવીર દાતાઓ મન મુકીને સરકાર સાથે રહીને કચ્છની જનતાને મદદરૂપ થયા છે. હાલમાં આફત કચ્છરૂપી નથી પણ વિશ્વરૂપી છે, તેના કારણે કચ્છથી બહાર વસ્તા દાતાઓ, સંસ્થાઓ પુરતા પ્રમાણમાં આગળ આવ્યા નથી. અનેક સમાજાે આગળ આવ્યા છે પણ સંખ્યા ખુબ જ નાની છે. સંકટ ખુબ જ મોટૂં છે. ઉપર વાવાઝોડાનું જાેખમ છે. હાલમાં કોરોના બિમારીની ત્રીજી લહેરની પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેવા વિકટ સંજાેગોમાં કચ્છ બહાર વસતા કચ્છી દાતાઓ, સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો કચ્છના લોકોની વ્હારે આવે અને સરકાર સાથે રહી આ સેવા કાર્યમાં જાેતરાય, નાના મોટા સમાજાે પણ પોતાનું દાયિત્વ નિભાવે તો આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકાય. જે રીતે માંડવી તાલુકાના મસ્કા મુકામે આવેલી એન્કરવાલા જનરલ હોસ્પિટલ સરકારના સહયોગથી રોજ સેંકડો દર્દીઓને જીવનદાન આપવામાં મદદરૂપ થઈ રહી છે. તેવી રીતે અન્ય હોસ્પિટલો પણ દાતાઓના સહયોગથી સંચાલન કરે છે. રોજ હજારો દર્દીઓને નવજીવન મળે છે, તેવી જ રીતે ખાસ કરીને મુંબઈ અને કચ્છ બહારમાં વસતા મેડિકલ સેવા સાથે જાેડાયેલા દાતાઓ, ટ્રસ્ટીઓ અને સેવાભાવી ડોકટરો કચ્છ તરફ ધ્યાન કેન્દ્રીત કરે એ જ સમયની માંગ છે. કચ્છમાં રહેતા નાના મોટા સમાજાે, દાતાઓ અને સામાજિક સંસ્થાઓ વધુ આગળ આવે તેવી તારાચંદભાઈ છેડાએ અપીલ કરતાં જણાવ્યું હતું.