કોરોનામાં સપડાતું કચ્છ : આજે વધુ ૩પ કેસોનો વિસ્ફોટ

ભુજ : દિન-પ્રતિદિન કોરોના મહામારીના સકંજામાં કચ્છ સપડાઈ રહ્યું છે તેમ આજે વધુ ૩પ કેસો આ સરહદી જિલ્લામાં સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાથી ૩ર૮૦ દર્દી સંક્રિમત બન્યા છે તેવામાં કચ્છ જિલ્લામાં લાંબા સમય બાદ ૩પ કેસો સામે આવતા ભયનું લખલખું પ્રસરી ગયું છે. ૮૦ દિવસ બાદ ગઈકાલે ૩૦ કેસો સામે આવ્યા હતા, જેનો વિક્રમ તૂટતા ૩પ કેસો જિલ્લામાં દર્જ થયા છે તેમજ ૧૯ દર્દીઓને રજા અપાઈ હતી. જ્યારે આજે ૮૦૯૪ લોકોએ રસી મૂકાવી હોવાનું ગુજરાત સરકારની યાદીમાં જણાવાયું છે.