કોરોનાનો ભય, આઇપીએલ દરમ્યાન મીડિયાને પણ નહી મળે સ્ટેડિયમમાં એન્ટ્રી

(જી.એન.એસ.) લખનઉ,ક્રિકેટનો મહાકુંભ IPL શરૂ થવાનો છે. જેને લઇને દેશ અને દુનિયાનાં ક્રિકેટ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જો કે આ IPL માં ગયા વર્ષની જેમ આ વખતે પણ મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી નહીં હોય. છેલ્લા કેટલાક દિવસોથી, બીસીસીઆઇ પણ દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસને લઈને ખૂબ નારાજ છે. બીસીસીઆઈએ એક હુકમનામું બહાર પાડ્યું છે કે મીડિયાને સ્ટેડિયમમાં બેસીને આઈપીએલ મેચોને કવર કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.કોરોનાનાં વધતા જતા કેસોને જોતા, બીસીસીઆઈએ એક હુકમનામું બહાર પાડ્યું છે કે, મીડિયાને સ્ટેડિયમમાં બેસીને આઈપીએલ મેચોને કવર કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જો કે, બીસીસીઆઇએ કહ્યું હતું કે, જો પરિસ્થિતિમાં સુધારો થાય તો પ્રતિબંધો હટાવી દેવામાં આવી શકે છે. કોવિડ-૧૯ નાં ઝડપથી વધતા જતા કેસોને કારણે, આઇપીએલ ૨૦૨૧ ની તમામ મેચ પ્રેક્ષકો વિના રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સીઝન ૯ એપ્રિલે શરૂ થવા જઈ રહી છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મુકાબલો થશે.બીસીસીઆઈએ તેના હુકમનામામાં વધુમાં જણાવ્યું છે કે, કોરોના સંદર્ભે વાતાવરણમાં સુધારો થાય છે, જો સીઝનનાં અંતમાં આરોગ્ય અને સલામતીની સ્થિતિને સુધારવામાં આવે તો ટૂર્નામેન્ટનાં કવરેજ માટે મીડિયાને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આગામી સમયમાં, તે કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા જારી કરશે. તેમણે વધુમાં કહ્યું કે, મીડિયા દરેક મેચ બાદ વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સની સુવિધા આપશે.આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રનાં મુંબઇમાં કોરોના વાયરસ એક હોટ-સ્પોટ બન્યુ છે. દેશમાં કોરોના સંક્રમણનાં ૫૦ ટકાથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે. તેમ છતાં, બીસીસીઆઈની મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં મેચ થઈ રહી છે. આઇપીએલનું આ સતત બીજું વર્ષ છે, જ્યારે મેચ પ્રેક્ષકો વગર સ્ટેડિયમમાં રમાશે. અગાઉ યુએઈમાં રમાયેલી આઈપીએલ ૨૦૨૦ માં, પ્રેક્ષકોને મેદાન પર આવવાની મંજૂરી નહોતી.