કોરોનાને ડામવા ગુજરાત સરકાર સતર્ક

પ્રજાપરાયણ સીએમ વિજયભાઈની સંવેદના ફરી ઝળકી : મોરબીમાં નવી કોરોના ટેસ્ટ લેબ શરૂ કરવાની સીએમની જાહેરાત

મોરબીમાં કોરોનાના પ્રકોપનો તાગ મેળવતા મુખ્યપ્રધાન વિજયભાઈ : ડે.સીએમ નીતિનભાઈ, આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવી તથા સ્થાનીકના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી-ડે.સીએમ નીતિનભાઈ પટેલ રાજકોટ-મોરબીની મુલાકાતેઃ સેવા સદનમાં સ્થાનિક તંત્ર-અધિકારીઓ સાથે બેઠક દ્વારા કોરોનાની સ્થિતિનો મેળવ્યો તાગ : અટકાયતી પગલાની વ્યવસ્થાઓ નિહાળવા ઉપરાંત આપ્યા જરૂરી સુચનો

સીએમ વિજયભાઈ રૂપાણી કોરોનાની રાજયભરની સ્થિતિનો સાચો તાગ
મેળળવવા આજે સાંજે પઃ૩૦ વાગ્યે તમામ ડીડીઓ સાથે યોજશે વીડીયો કોન્ફરન્સ : ચુંટાયેલી પાંખોના પદાધિકારીઓ પણ રહેશે હાજર

ગાંધીનગર : ભારતમાં કોરોના ફરી ફુંફાડો ફેલાવી દીધો છે. દેશના અનેક રાજયો હેાટસ્પોટ સમાન સ્થીતીમા આવી ગયા છે અને ગુજરાત પણ તેમાથી બાકાત રહ્યુ નથી. અન્ય રાજયોની સાથોસાથ જ ગુજરાત રાજયમાં પણ મહાનગરોની સ્થીતી બદથી બદતર બની જવા પામી ગઈ છે તો વળી ગામડાઓની પણ સ્થતી હવે ધીરે ધીરે ખરાબ થવા પામી રહી છે. મોટા શહેરોમા બેડ નથી, તો એાકસીજન, વેન્ટીલેટર અને રેમડેસીવર ઈન્જેકશનની અછતના પ્રશ્નો પણ ઉભા થવા પામી રહ્યા છે. પાછલા એક જ સપ્તાહમા ગુજરાતમા કેસનો ર૪ કલાકનો આંક ૧૦૦૦થી વધીને ૪૦૦૦ થવા પામી ગયો છે અને ગુજરાત સરકાર તથા તંત્ર કોરોનાને ડામવાની દીશામાં વામળું જ પુરવાર થવા પામ્યુ હોવાની પણ ભીતી સામે આવવા પામી રહી છે.આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કોરોનાના કેરને જોતા રાજય સરકાર એકશનમા આવી ગઈ છે અને આજ રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા ડે.સીએમ નીતીનભાઈ પટેલ રાજકોટ અને મોરબીની જાત મુલાકાતે દોડી ગયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે મોરબી કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં ચીફ સેક્રેટરી શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિ, મોરબી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી મનીષા ચંદ્રા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, જિલ્લા કલેકટર શ્રી જે. બી. પટેલ સહિત ઉચ્ચ અધિકારી – પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.નોધનીય છે કે, મોરબી તથા રાજકોટની સ્થીતી ખુબજ ખરાબ થઈ જવા પામી ગઈ છે. અહી તેઓ જિલ્લા સેવા સદન ખાતે સ્થાનિક તંત્રની સાથે જરૂરી ચર્ચા પરામર્શ કરી રહ્યા છે તથા કોરોનાને અટકાવવાના પગલાઓ તથા વધુ વ્યવસ્થાઓ સંદર્ભે પણ જરૂરી સુચનો અને તાકીદ કરવામા આવ્યા છે. તો વળી બીજીતરફ જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ સાંજે સીએમ વીજયભાઈ રૂપાણી રાજયના તમામ ડીડીઓની સાથે વીડીયો કોન્ફરન્સ યોજનાર છે. સીએમના નિવાસસ્થાનેથી જ આ વીસીનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. રાજયમા વધી રહેલા કોરોનાને ડામવાની દીશામા હવે પછી કેવા પગલાઓ લેવા જોઈએ તે બાબતે પરામર્શ થશે તથા જીલ્લાઓમાં કોરોનાની વાસ્તવીક સ્થીતી અને તેની સામે તંત્રની સજજતાઓની પણ માહીતીઓ સીએમ એકત્રીત કરશે તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.