કોરોનાને કારણે દિવંગતોની આત્માની શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાયા

ભુજ તાલુકા કર્મકાંડવિદ્દ બ્રાહ્મણ મંડળ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન

ભુજ : વર્તમાને કોરોના મહામારીએ કચ્છમાં ભરડો લીધો છે. કોવિડને કારણે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ પણ અટકવાનું નામ નથી લેતું. તેવામાં ભુજ તાલુકા કર્મકાંડવિદ્દ બ્રાહ્મણ મંડળ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ અંગેની વિગતો મુજબ ભૂતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભુજ તાલુકા કર્મકાંડવિદ્દ બ્રાહ્મણ મંડળ દ્વારા કોરોનામાં દિવંગત થયેલા સદગતોની આત્માને મોક્ષ મળે તે માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોરોના કાળમાં અનેક સંગઠનો અને સેવાભાવિઓ દ્વારા પોતાનાથી બનતી તમામ સેવા કરવામાં આવી રહી છે. ત્યારે બ્રાહ્મણો દ્વારા દિવંગતોની આત્માને શાંતિ મળે અને સત્વરે કોરોનાનું સંક્રમણ નાબૂદ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરાઈ હતી. આ કાર્યમાં ભુજ તાલુકાના મોટાભાગના ભૂદેવો જોડાયા હતા.