કોરોનાની સાઈડ ઈફેકટ: દેશમાં ૧ કરોડ લોકો બેકાર, ૯૭ ટકા પરિવારોની આવક ઘટી

નવી દિલ્હી : કોરોનાની વર્તમાન લહેરમાં દેશના એક કરોડ લોકો બેરોજગાર બની ગયા છે અને ૯૭ ટકા  પરિવારોની આવક-કમાણીમાં ઘટોડો નોંધાયો છે.સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના વડા મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર ૧૨ ટકા રહ્યો હતો તે એપ્રિલમાં ૮ ટકા હતો.આ સમયગાળા દરમ્યાન એક કરોડ લોકોએ નોકરીમાંથી હાથ ધોવા  પડયા હતા અને બેકારીની ગર્તામાં ધકેલાયા હતા. આ  પાછળનુ મુખ્ય કારણ કોરોનાની વર્તમાન ગંભીર લહેર જ છે તેઓના કહેવા પ્રમાણે અત્યારે કોરોનાની લહેર ધીમી  પડી છે. એક વખત અર્થતંત્ર  પૂર્વવત-ધમધમતુ થઈ જાય તો બેરોજગારીની સમસ્યામાં આંશીક રાહત મળી શકે છે છતા નોકરી ગુમાવનારા તમામે તમામને કામધંધો મળી જાય તે શકય નથી. કોરોના કાળમાં જે લોકોએ નોકરી ગુમાવી છે તેઓને નવી નોકરી મેળવવામાં તકલીફો થશે. અસંગઠીત ક્ષેત્રનાં કામદારો ગમે ત્યાં ઝડપથી ગોઠવાય શકે છે. પરંતુ સંગઠીત ક્ષેત્રમાં સારી-વ્હાઈટ કોલર નોકરી મેળવવાનું આસાન નથી.દેશમાં બેરોજગારી દર ૩ થી ૪ ટકા હોય ત્યાં સુધી સામાન્ય ગણાય પરંતુ તે હાલ ૧૨ ટકાએ પહોંચ્યો હોવાથી તે નોર્મલ થવામાં ઘણો સમય લાગી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કાબુમાં લેવા માટે ગત વર્ષે નેશનલ લોકડાઉન લાગુ  પાડવામાં આવ્યુ હતું અને ત્યારે બેરોજગારીનો દર ૨૩.૫ ટકાના રેકોર્ડસ્તરે પહોંચી ગયો હતો. અત્યારે બીજી લહેરે તાંડવ સજર્યુ હતું અને હવે તેમાં રાહત મળવા લાગી છે. ત્યારે લોકડાઉન જેવા આકરા નિયંત્રણો લાદનારા રાજયો છૂટછાટ આપવા લાગ્યા છે. હવે આર્થિક પ્રવૃતિઓમાં વૃધ્ધિ થાય છે.કેન્દ્રની આ એજન્સી દ્વારા એપ્રિલમાં ૧.૭૫ લાખ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન આવક મામલે ચિંતાજનક તથ્યો સામે આવ્યા છે.સર્વેમાં સામેલ  પરિવારોમાંથી માત્ર ત્રણ ટકા લોકોએ જ કોરોના કાળમાં આવક વધ્યાનું જણાવ્યું હતું બાકી ૯૭ ટકા લોકોએ આવકમાં ઘટાડો થયાનું કહ્યું હતું. ૪૨ ટકા લોકોએ આવકમાં ઘટાડો થયાનું કહ્યું હતું ૪૨ ટકા લોકોએ એમ કહ્યું કે આવક ગત વર્ષ જેટલી જ રહી છે.મોંઘવારી ફૂગાવાના  પરિપેક્ષ્યમાં ૯૭ ટકા  પરિવારોની આવકમાં મોટો ઘટાડો થયો છે. ભારતનો આર્થિક વિકાસદર છેલ્લા ૪૧ વર્ષના તળીયે પહોંચી ગયો છે તેવા સમયે બેરોજગારી-આવકનો આ રીપોર્ટ ચોંકાવનારો છે.